• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Raghavji Patel Paid Darshan At Jagat Mandir And Visited The Cowshed, Reviewed The Work Done By The System To Prevent Lumpy Disease.

કૃષિ મંત્રી દ્વારકાધિશના દર્શનાર્થે:રાઘવજી પટેલે જગત મંદિર ખાતે દર્શન કરી ગૌશાળાની મુલાકાત લીધી, લમ્પી ડીસીઝને અટકાવવા તંત્રે કરેલી કામગીરીની સમીક્ષા કરી

દ્વારકા ખંભાળિયા17 દિવસ પહેલા
  • દ્વારકાની મંગલમ અન્નક્ષેત્ર, ગૌશાળા કોરાડા, સુરભી ગૌશાળા અને દ્વારકા ગૌસેવા સમિતિ ગૌશાળાની મુલાકાત લીધી

કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા, મંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. મંત્રીએ પાદુકા પૂજન કરી રાજ્યની પ્રજાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવન દ્વારકાધીશને પ્રાર્થના કરી, મંદિરની પ્રદક્ષિણા કરી હતી. મંત્રીએ દર્શન કરી દ્વારકા તાલુકાની વિવિધ ગૌશાળાની મુલાકાત લીધી હતી.

લમ્પી સ્કિન ડીસીઝની કામગીરીની માહિતી મેળવી
મંત્રીએ પશુઓમાં જોવા મળતા લમ્પી સ્કીન ડીસીઝને અટકાવવા તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી, દ્વારકા તાલુકાની મંગલમ અન્નક્ષેત્ર, ગૌશાળા કોરાડા, સુરભી ગૌશાળા અને દ્વારકા ગૌસેવા સમિતિ ગૌશાળાની મુલાકાત લીધી હતી. મંત્રીએ ગૌશાળા સંચાલકોની કામ કરવાની પદ્ધતિ તેમજ દ્વારકામાં લમ્પી સ્કિન ડીસીઝની સ્થિતિ અને તેને નિયંત્રણમાં લાવવા માટે કરેલી કામગીરીની માહિતી મેળવી હતી.

મંત્રીએ પાદુકા પૂજન કરી મંદિરની પ્રદક્ષિણા કરી
મંત્રીએ દ્વારકાની માધવ ગૌશાળાની મુલાકાત લઈ, સંચાલક હાર્દિક વાયડાની ગૌવંશને બચાવવા કરવામાં આવેલા કાર્યના વખાણ કર્યા હતા. ઉપરાંત આવતા સમયમાં હાર્દિકભાઇને સરકાર દ્વારા યોગ્ય મદદ કરાશે તેવું જણાવવામાં આવ્યું હતું અને હાર્દિકભાઇ જેવા સેવાભાવી યુવાનોના હિસાબે ગૌવંશને બચાવવામાં સફળ રહ્યા તેવું કહી અભિનંદન આપ્યા હતા. ગૌશાળા મુલાકાત સમયે મંત્રી સાથે દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, તથા સમાજના અગ્રણીઓ, પશુપાલન અધિકારી તેમજ પશુ ડોકટરોની ટીમ સાથે રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...