ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા કાંતિલાલ ડાયાભાઈ નકુમ દ્વારા મૂળ ખંભાળિયાના અને હાલ લુણાવાડા (જિ. મહીસાગર) ખાતે રહેતા સંજયભાઈ મહેન્દ્રભાઈ પટેલ પાસેથી રૂપિયા 7,00,000 લેવામાં આવ્યા હતા. જે અંગેનો ચેક રિટર્ન થતા ખંભાળિયાની કોર્ટમાં ચાલેલા કેસમાં આરોપી કાંતિલાલ ડાયાભાઈ નકુમને નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયે એક વર્ષની સાદી કેદની સજા ફટકારવમાં આવી હતી. તથા ત્રણ માસમાં રૂપિયા 7 લાખ ચૂકવી આપવા અને જો આ રકમ ચૂકવવામાં કસુર થાય તો એક માસની વધુ સાદી કેદની સજા કટકારતો હુકમ કરવામાં આવ્યો છે.
જે અંગે આરોપી કાંતિલાલ ડાયાભાઈ નકુમ દ્વારા પ્રિન્સિપલ સેશન્સ કોર્ટ સમક્ષ ફોજદારીની અપીલ દાખલ કરવામાં આવી હતી. જે સંદર્ભે ફરિયાદી સંજયભાઈ પટેલના એડવોકેટ જગદીશ એમ. સાગઠીયાની દલીલોને ગ્રાહ્ય રાખી, એપેલન્ટ -આરોપી કાંતિલાલ ડાયાલાલ નકુમની અરજીના મંજૂર કરવામાં આવી હતી. અને ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ફરમાવેલી સજાનો હુકમ પ્રિન્સિપલ સેશન્સ કોર્ટ દ્વારા યથાવત રાખવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.