હાલાકી:ખંભાળિયામાં જેટકોની ધીમી ગતિની કામગીરીથી લોકરોષ

ખંભાળિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જડેશ્વર મેઇન રોડ પર આવાગમન પણ દુષ્કર બન્યું
  • રેલવે લાઈન માટે ખાડાઓ ખોદયા બાદ કામ દિવસોથી બંધ

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં ચાર રસ્તા પાસે રેલ્વે સ્ટેશન રોડ પર જેટકો દ્વાકા ઇલેકટ્રીક રેલ માટેવિજળીની મેઇન લાઇન નાખવાની કામગીરી થઇ રહી છે જેમાં જડેશ્વર મેઇન રોડ પર પાઇપ માટે દિવસો પુર્વે ખોદાણ કર્યા બાદ હાલ કામ બંધ રહેતા આવા ગમનમાં રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સાથો સાથે લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.

ખંભાળીયા શહેરમાં ચાર રસ્તા પાસે રસ્તાનું કામ ચાલતું હોય, પોરબંદર રોડ તરફનો એક માર્ગ બંધ છે ત્યારે સ્ટેશન રોડ પર રામનગરથી રેલ્વે સ્ટેશન સુધી જેટકો દ્વારા ખાસ વીજળીની મેઈન લાઇન ઇલેક્ટ્રિક રેલ્વે માટે નાખવાની હોય તે માટેની કામગીરીમાં જડેશ્વર મેઈન રોડ પર કોન્ટ્રાકટર દ્વારા રસ્તાની બાજુ પર પાઇપ નાખવા માટે ખોદીને દિવસોથી રાખી દેતા લોકો ત્યાંથી પગપાળા કે ચાલીને નીકળતા પડતા હોય તથા નાના મોટા અકસ્માતના બનાવો પણ બનતા હોય ભારે રોષની લાગણી ફેલાઈ છે.

જેટકો તંત્ર દ્વારા થતું આ કામ શરૂ કરીને કોન્ટ્રાકટર જતો રહેતા રસ્તા પર ખોદી નાખેલી જગ્યાથી દુકાનદારોને તેમની દુકાને જવા આવવા કે ગ્રાહકોને પણ પરેશાની થતી હોય વ્યાપક રોષની લાગણી ફેલાઇ છે.આ મુદદે તાત્કાલિક ઘટતુ કરવા સંબંધિત વિસ્તારમાં રહેતા લોકો અને સ્થાનિક દુકાનદાર વર્ગમાં માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...