• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Preparations In Full Swing To Welcome Home Minister Amit Shah In Khambhalia, Mulu Will Address The Meeting In Support Of Bera

સૌરાષ્ટ્રમાં અમિત શાહનો પ્રચંડ ચૂંટણી પ્રચાર:ભાજપ સરકારે બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવ્યું, કામ બોલે છે બોર્ડ ભાજપને શોભે, કોંગ્રેસને નહીં

દ્વારકા ખંભાળિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ભાજપના પ્રચાર માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં અને ગીર સોમનાથના કોડીનારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સભા યાજોઈ હતી. અમિત શાહ સભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ કહે છે અમારું કામ બોલે છે, હું તેમને પુછવા માગુ છું કે તમે 25-30 વર્ષથી તમારી સરકાર જ નથી તો તમારું કયો કામ બોલે છે. ભાજપ સરકારે એક જ ઝાટકે 370 ની કલમને હટાવી. આમ આદમી પાર્ટીને લઈ લોકોને કહ્યું કે, મેધા પાટકરને લઈને AAP સામે જવાબ માંગવાનો છે. કે જેઓએ સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં વિલંબ ઉભો કર્યો હતો.

કોડિનારમાં અમિત શાહનું સંબોધન
દ્વારકામાં અમિત શાહે સભા સંબોધી કોડિનાર ખાતે પ્રચાર માટે પહોંચ્યા હતા. આ તબક્કે અમિત શાહે સભા સંબોધતા કહ્યું હતું કે, એક સમયે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો દાણચોરીથી ધમધમતો હતો. ભાજપના રાજમાં આ દરિયા કાંઠો સ્વચ્છ અને સુરક્ષીત બન્યો છે. આજે સૌરાષ્ટ્રમાં ભાજપે અનેકો ચેકડેમ બનાવ્યાં જેથી ખેડૂતોને સીંચાઈનું પાણી મળી રહ્યું છે. કોંગ્રેસીયા વોટ માંગવા આવે તો યાદ કરાવજો કે તમારી સરકારમાં નર્મદાનું કામ અટકી રહેલું હતુ. પરંતુ ભાજપ સરકાર આવતાની સાથે જ નર્મદાનું કામ શરું કર્યુ.

ગુજરાતની દિશા બદલવા મતદાન કરજો. સૌરાષ્ટ્રની જનતાએ નક્કી કરવાનું છે કોને ચૂંટવા? 24 કલાક વીજળી આપવાનું કામ ભાજપે કર્યું છે. ભાજપે સરદાર પટેલનું સૌથી મોટુ સ્ટેચ્યું બનાવ્યું. ઉરી અને પુલવામામાં હુમલો કર્યો જેનો 10 દિવસની અંદર સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરી આંતકવાદીઓ સાથે બદલો લઈ જવાનો ભારત માતાના જયકારા સાથે પરત આવ્યા. ત્યારે રાહુલ ગાંધી જવાનોને બિરદાવાની જગ્યાએ સ્ટ્રાઈકના પુરાવા માગવા લાગ્યા.

ખંભાળિયાથી અમિત શાહનું સંબોધન
વક્તવ્યના પ્રારંભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ દ્વારકા તેમજ ખંભાળિયાના વિવિધ પ્રાચીન મંદિરો તથા મહાપ્રભુજીની બેઠકને પ્રણામ કરી વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા અગાઉના વર્ષોમાં લોકોને અંધારામાં રાખી અને મતના રાજકારણથી શાસન કરવામાં આવ્યું હતું. દાયકાઓ પૂર્વે હાલારનો દરિયાકાંઠો સ્મગલિંગથી વગોવાઈ ગયેલો હતો. રાજ્યમાં અવારનવાર થતા રમખાણોથી કોંગ્રેસના પેટનું પાણી પણ હલતું ન હતું. પરંતુ છેલ્લા 20 વર્ષથી લોકોએ કર્ફ્યુનો અનુભવ કર્યો નથી. દાણચોરી અને હથિયારો સામે કડક હાથે કાર્યવાહી કરી, ભાજપ સરકાર દ્વારા લોકોને સુરક્ષા આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અગાઉ ગુંડાઓ-માફિયાઓનો ત્રાસ હતો. તેની સામે ભાજપે શાંતિનું શાસન સ્થાપવાનું કામ કર્યું છે. હમણાં તો ગુજરાતમાં આપ પાર્ટી પણ આવી છે. સૌરાષ્ટ્ર લોકોએ દુકાળની પરિસ્થિતી જોઈ છે. હું વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા હતો ત્યારે અધિવેશનમાં સૌરાષ્ટ્ર આવ્યો તો જોયુ કે અહિં લોકોને પાણી માટે વલખા પડતા હતા. ત્રણ-ત્રણ દિવસે પાણી લોકોને મળતું હતુ. જ્યારે મોદી સરકાર આવી તો સૌથી પહેલા બંધની સપાટી વધારવાનું કામ કર્યુ અને તેના પરિણામ સ્વરૂપે આજે કચ્છ-સૌરાષ્ટ્રના છેવાડાના ગામડાઓ સુધી નર્મદાનું પાણી પહોંચ્યુ છે.

ભુપેન્દ્ર પટેલ તથા હર્ષ સંઘવીને તેમણે અભિનંદન પાઠવ્યાં
કોંગ્રેસ દ્વારા "કામ બોલે છે" ના હોર્ડિંગ લગાવવામાં આવે છે. પરંતુ 1990થી છેલ્લા સતત 32 વર્ષ થયા અને રાજ્યમાં ભાજપનું શાસન છે. તો કોંગ્રેસે શું કામ કર્યું? તેવા વેધક સવાલો ગૃહમંત્રી દ્વારા જાહેરમાં કર્યા હતા. હું તેમને પુછવા માગુ છું કે તમે 25-30 વર્ષથી તમારી સરકાર જ નથી તો તમારું કયું કામ બોલે છે. અમે રામ મંદિર બનાવાનું વચન આપ્યું અને એ વચન પુરૂ કર્યું. કાશીમાં ભવ્ય કાશિ વિશ્વ કોરીડોર બનાવવામાં આવ્યું. ભાજપ સરકારે બેટ દ્વારકામાં રહેલા ગેરકાયદેસર બની બેઠાલા દબાણો પર બુલડોઝર ફેરી વાળ્યું. કોંગ્રેસીયા ગુજરાતમાં નજર લગાવવાનું કામ કરે છે. આપણે તેને ઘુસવા નથી દેવાના. આજે નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં ભારતનું નામ મોખરે કર્યુ છે. આ ઉપરાંત કોંગ્રેસે બાળકની જેમ ખોળામાં સાચવીને રાખેલી કલમ 370ને ભાજપે દૂર કરી શાંતિ સ્થાપી છે. સોનિયા-મનમોહનની સરકાર વખતે સરહદ પર બેફામ થતા ગોળીબાર સામે ભાજપ સરકારે એર સ્ટ્રાઈક અને સર્જીકલ સ્ટ્રાઈક મારફતે આતંકવાદીઓનો ખુરદો બોલાવી દીધો છે. ભાજપે આપેલા વચનનું પાલન કરી રામ મંદિર નિર્માણ પણ વેગવંતુ કરી દીધું છે. આ ઉપરાંત બદ્રીનાથ, કેદારનાથ, મહાકાલ, અંબાજી, પાવાગઢ વગેરે ધર્મ સ્થળોના વિકાસનો પણ ગૃહમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. બેટ દ્વારકામાં કરવામાં આવેલા ઐતિહાસિક ડીમોલિશન સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા દબાણ હટાવવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ ધર્મસ્થળમાં આવા અનઅધિકૃત દબાણ કેમ ચલાવી લેવાય? તેવા સવાલ સાથે બેટ દ્વારકામાં અનઅધિકૃત દબાણ પર બુલડોઝર ફેરવવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા હર્ષ સંઘવીને તેમણે અભિનંદન પાઠવ્યાં હતા.

મજબૂત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ તેમના વક્તવ્યમાં આમ આદમી પાર્ટીને પણ આડેહાથ લીધી હતી. ગુજરાતના વિકાસ માટે મહત્ત્વની એવી નર્મદા યોજનામાં સતત બે દાયકાઓ સુધી રોડા નાખનાર આમ આદમી પાર્ટીના સાંસદ મેઘા પાટકરનો ઉલ્લેખ કરી, આમ આદમી પાર્ટી દ્વારા તમામ ગુજરાતીઓની માફી માંગવા જણાવ્યું હતું. આ ઉપરાંત કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ખંભાળિયા માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ, તેમજ છેલ્લી બે ચૂંટણીમાં ભાજપના ખંભાળિયા બેઠક પરના પરાજય સામે લોકો આ વખતે ભાજપને વધુ મત આપી તોતિંગ લીડથી જીતાડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ જાહેરસભામાં જિલ્લા સાંસદ પૂનમબેન માડમ સાથે મુળુભાઈ બેરા, પબુભા માણેક વગેરેએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમ માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના નિદર્શન હઠળ મજબૂત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ડોર ટુ ડોર પ્રચાર
​​​​​દ્વારકા જિલ્લાની ખંભાળિયા તથા દ્વારકા બેઠકમાં ચૂંટણીના મતદાનને આડે હવે એક સપ્તાહ જેટલો સમય બાકી છે. ત્યારે તમામ રાષ્ટ્રીય પક્ષોએ પ્રચાર કાર્ય વેગવંતુ બનાવી દીધુ છે. ઉમેદવારો તથા તેમના સમર્થકો દ્વારા ડોર ટુ ડોર તેમજ અન્ય પ્રચાર માધ્યમો ઉપરાંત સોશિયલ મીડિયા મારફતે પણ પ્રચાર ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

કાર્યકરો સાથે સરકારી તંત્ર દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી ​​​​​​
ખંભાળિયામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા વ્યાપક લોક સંપર્ક વચ્ચે જાહેર સભાના પણ આયોજન થઈ રહ્યા છે. ખંભાળિયા વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આજ સોમવાર તારીખ 21 મીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ખંભાળિયા નજીક આવેલા શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં શિરેશ્વર મંદિર નજીક આવતીકાલે સોમવારે સવારે 10 વાગ્યે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની જાહેર સભા યોજવામાં આવી છે. આ આયોજન માટે ભાજપના હોદ્દેદારો, કાર્યકરો સાથે સરકારી તંત્ર દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

જાહેરસભા ઉમેદવારો માટે પણ મહત્વપૂર્ણ બની​​​​​​​
આજે સોમવારે ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાના સમર્થનમાં યોજાયેલી જંગી જાહેર સભામાં અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેના અનુસંધાને ખંભાળિયાના વિવિધ વેપારી એસોસિએશન તેમજ નાના-મોટા દુકાનદારો પોતાના ધંધા - રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખી અને આ જાહેરસભામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ જાહેરસભા ફક્ત ભાજપ માટે જ નહીં, પરંતુ અન્ય ઉમેદવારો માટે પણ મહત્વપૂર્ણ બની રહી હતી.

અન્ય સમાચારો પણ છે...