ડોઝ લેવા લોકોને અપીલ:દ્વારકાની 5 હોસ્પિટલમાં વેક્સિનનો પ્રિ-કોશન ડોઝ મળશે

ખંભાળિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પ્રાથમિક આરોગય કેન્દ્રોમાં પહેલો અને બીજો ડોઝ વિનામૂલ્યે અપાશે

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વેક્સિનના પ્રિ કોશન ડોઝની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં ખાસ કરી 18થી 59 વર્ષની ઉંમરના લોકો માટે વેક્સિન નો રક્ષણાત્મક ડોઝ લેવો પણ જરૂરી છે.દ્વારકા જિલ્લાની 5 હોસ્પિટલમાં પ્રિ કોશન ડોઝ આપવામાં આવે છે તો આ ડોઝ લેવા તંત્ર દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

દ્વારકા જિલ્લામાં ક્રિષ્ના મલ્ટી હોસ્પિટલ - નવાપરા શેરી નં. 17, એસ.બી.આઈ. બેન્કની ઉપર, જોધપુર ગેટ પાસે, ખંભાળિયા મો.નં. 8000111232, દેવભૂમિ મલ્ટીસ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ - માનસરોવર કોમ્પ્લેક્ષ, શ્રીજી શોપિંગ સેન્ટર સામે, ખંભાળિયા મો.નં. 9023331314, શ્રી માધવ હોસ્પિટલ 1લો માળ, માધવ પ્લાઝા,એન્ટ્રી ગેટ પાસે, ભાટિયા તા. કલ્યાણપુર મો.નં. 8460660633, વ્રજ હોસ્પિટલ - ભઠાણ ચોક, દ્વારકા મો. નં. 9023757549 અને રાબડીયા હોસ્પિટલ - વસંત નગર ભાણવડ મો.નં. 9173232392 ખાતેથી પ્રિ કોશન ડોઝ મળી રહેશે.

જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 12 - 14 વર્ષ, 15 - 17 વર્ષ, 18 - 59 વર્ષ તેમજ 60 વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ સિવાય 60 વર્ષથી ઉપરના લોકોને વેક્સિનનો પ્રિ કોશન ડોઝ પણ આપવામાં આવે છે તેમ જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...