અકસ્માત:દ્વારકા નજીક પુરપાટ દોડતા ટ્રકે ઠોકરે ચડાવતા પ્રૌઢનુ મૃત્યું

ખંભાળિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા-સોમનાથ હાઇવે રોડ નજીક સર્જાયેલો અકસ્માત
  • અકસ્માત સર્જી નાશી છુટેલા અજાણ્યા ચાલક સામે ગુનો

યાત્રાધામ દ્વારકાની ભાગોળે સોમનાથ હાઇવે પર ખોડીયાર ચેક પોષ્ટ પાસે પુરપાટ દોડતા ટ્રકની હડફેટે પ્રાૈઢનુ મૃત્યુ નિપજયુ હતુ.અકસ્માત સર્જીને નાશી છુટેલા અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

દ્વારકા નજીક દ્વારકા સોમનાથ હાઇવે રોડ પર આવેલ ખોડિયાર ચેક પોસ્ટ નજીક કોઈ અજાણ્યા ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે તેમજ બેફિકરાઈથી ચલાવી ફરિયાદી સકીલ આરબભાઈ લુચાણીના પિતા આરબભાઈ (ઉ.વ.52)ને હડફેટે લેતા આરબભાઈને માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જયારે અકસ્માત સર્જી આરોપી અજાણ્યા ટ્રક ચાલક નાસી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

અકસ્માતના આ બનાવ અંગે દ્વારકા પોલીસે મૃતકના પુત્ર સકીલભાઈની ફરિયાદ પરથી ઉપરોક્ત અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધીને તેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવના પગલે મૃતકના પરીવારમાં ઘેરો શોક છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...