• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Power Supply To Vadtra Feeder Of Khambhalia Erratic For Last Several Days; Ghartiputra Presented To The Local Engineer With Outrage

ખેડૂતોની હાલત કફોડી:ખંભાળિયાના વડત્રા ફીડરનો વીજ પુરવઠો છેલ્લા ઘણા દિવસથી અનિયમિત; ઘરતીપુત્રોએ આક્રોશ સાથે સ્થાનિક ઈજનેરને રજૂઆત કરી

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા PGVCL હેઠળના વડત્રા વિસ્તારના વીજ ફીડરનો પુરવઠો છેલ્લા ત્રણેક દિવસથી અનિયમિત બની રહેતા સ્થાનિક ખેડૂતોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી છે. આ મુદ્દે સ્થાનિક ખેડૂતો દ્વારા અહીંના વીજ સત્તાવાળાઓને સામુહિક રીતે રજૂઆતો કરવામાં આવી છે.

ખંભાળિયા તાલુકાના વડત્રા, ઝાખસીયા, આસોટા, બેહ સહિતના ગામો કે જે વડત્રા ફીડર હેઠળ આવે છે, આ ગામોનો છેલ્લા ત્રણેક દિવસથી વીજ પુરવઠો અનિયમિત બની રહેતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજરોજ સવારે જુદા-જુદા ગામના ખેડૂતો અહીંની PGVCL કચેરીએ દોડી આવ્યાં હતા અને આક્રોસ સાથે સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી. આ મુદ્દે અહીંના કાર્યપાલક ઇજનેરે રજૂઆતોને ધ્યાને લઇ યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી હતી.

હાલ ઘણા સમયથી વરસાદ ન હોય અને મગફળી સહિતના પાક મહદ અંશે તૈયાર હોવાના કારણે આ પાકને પિયત કરવું ફરજિયાત બની રહ્યું છે. તે માટે વીજ પુરવઠો અનિવાર્ય હોવાની પરિસ્થિતિમાં છેલ્લા ત્રણ દિવસથી વડત્રા ફીડરમાં પૂરતો વીજપુરવઠો ન અપાતો હોવાના કારણે ખેડૂતો પિયત કરી શકતા નથી. જેના કારણે ખેડૂતો હાલ કફોડી હાલતમાં મુકાઈ ગયા છે અને આ મુદ્દે અહીંના વીજ ઇજનેરને સામુહિક રજૂઆત કરી ધરણા કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...