કાલે વીજળી ગુલ રહેશે:ખંભાળિયામાં શુક્ર અને શનિવારે જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ

ખંભાળિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંજયનગર, યાર્ડ અને ઉદ્યોગનગરમાં કાલે વીજળી ગુલ રહેશે

ખંભાળિયામાં બે દિવસ અલગ અલગ સ્થળે વીજપુરવઠો બંધ રહેશે.શહેર પેટા વિભાગ હેઠળ આવતા જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા બે દિવસ અડધો દિવસ વિજકાપ રહેશે.નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાઇવે કામગીરી કરવા માટે નડતર રૂપ વીજ લાઈનની જગ્યાફેર કરવાની કામગીરી માટે તા.10 શુક્રવારના રોજ 11 કે.વી. અશોક અર્બન ફીડર સવારે 7 થી સાંજ 7 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. જેથી સંજયનગર, માર્કેટિંગ યાર્ડ, જે.કે.વી.નગર, અશોક ઉદ્યોગનગર જેવા તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

તા.11ના ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેટ લિમિટેડ દ્વારા 132 કે.વી. ખંભાળીયા સબ સ્ટેશન તથા 66 કે.વી. રામનગર સબ સ્ટેશનમાં સમારકામની કામગીરી કરવા માટે સવારે 7:30 થી 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રખાશે. જેથી પાલિકા હેઠળ આવતો તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક વિસ્તાર તથા રામનગર, હર્ષદપુર, શક્તિનગર તથા ધરમપુર આમ ચારેય ગ્રામપંચાયત હેઠળ આવતો તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક તથા ખેતીવાડી વિસ્તારનો વીજ પુરવઠો તા.11 શનિવારના રોજ સવારે 7:30 કલાકથી 15 કલાક સુધી બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...