ખંભાળિયામાં 3 દિવસ વીજકાપ:શુક્રવારથી રવિવાર દરમિયાન વીજલાઇન સમારકામની કામગીરી સબબ જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ...

દ્વારકા ખંભાળિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા શહેરમાં વીજલાઇન સમારકામની કામગીરી સબબ અહીંના 11 કે.વી. નગર ગેટ ફીડર હેઠળ આવતા નગર ગેટ, હરસિધ્ધિ નગર, પોસ્ટ ઓફિસ રોડ, જોધપુર ગેટ, તાલુકા પંચાયત ઓફિસ, ટેલીફોન એક્સચેન્જ, બંગલાવાડી, કલ્યાણબાગ, ગાયત્રી નગર તથા શિરૂ તળાવ વિસ્તારમાં શુક્રવાર તારીખ 16ના રોજ સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

આ જ રીતે શનિવાર તારીખ 17ના રોજ ટાઉન અર્બન ફીડર- 1 હેઠળ નવી કોર્ટ, પીજીવીસીએલ ઓફિસ, પઠાણ પાડો, પોર ગેઈટ, રામનાથ સોસાયટી, મહાદેવ વાડા વિસ્તારમાં તથા રવિવાર તારીખ 18ના રોજ અર્બન ફીડર-2 હેઠળ નવાપરા, બેઠક રોડ, મહાપ્રભુજી નગર, શ્રીજી સોસાયટી, ધોરીવાવ વિસ્તાર, બજાણા રોડ, જડેશ્વર રોડ, દતાણી નગર, યોગેશ્વર નગર, મામલતદાર તથા પ્રાંત કચેરી વગેરે વિસ્તારોમાં પણ સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જે વીજ સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...