• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Police Raids With Teams From Relevant Departments At Places Considered Sensitive; 1000 Jawans Have Been Deployed Since Yesterday

બેટ દ્વારકામાં આજે મેગા ડિમોલીશન:સંવેદનશીલ મનાતા સ્થળોએ સંબંધિત વિભાગોની ટીમ સાથે પોલીસનાં ધાડેધાડાં; 1000 જવાનો ગઈકાલથી જ તૈનાત કરાયા

દ્વારકા ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકાના સંવેદનશીલ મનાતા યાત્રાધામ બેટ દ્વારકામાં કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણોને ડામી દેવા માટે મેગા ડીમોલીશન સહિતનો તખ્તો તૈયાર થઇ ગયો છે. જાણવા મળતી વિગત પ્રમાણે બેટ દ્વારકામાં સંભવત આજે હાથ ધરાનારી ડીમોલીશન કાર્યવાહી માટે જુદા જુદા સરકારી વિભાગો ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત એક હજારથી વધુ જવાનો પણ જોડાશે. આ મેગા ઓપરેશનમાં મહેસુલ, પંચાયત, મેરીટાઇમ ઉપરાંત વીજ તંત્ર સહિતના જુદા જુદા વિભાગો પણ જોડાશે.

દબાણોને ડામી દેવા તખ્તો તૈયાર
ગોપનીય માહિતીઓના આધારે શરૂ થનાર આ ઓપરેશન માટે ભારે સતર્કતાથી કાર્યવાહી આગળ ધપી રહી છે. કથિત દેશદ્રોહી કૃત્યો મામલે પણ રાજય-કેન્દ્રની એજન્સીઓને પ્રાપ્ત થયેલા મનાતા અમુક ઇનપુટના આધારે ઓપરેશન હાથ ધરાઇ રહ્યુ હોવાનુ આધારભુત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. વર્ષો બાદ બેટ દ્વારકામાં હાથ ધરાનારૂ ઓપરેશન અતિ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

શંકાસ્પદ શખ્સોની અટકાયતના ચક્રો પણ ગતિમાન કરાયા
બેટ દ્વારકામાં ધર્મના નામે અમુક કથિત ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોવાના સમયાંતરે આવેલા સમાચારો બાદ રાજ્ય-કેન્દ્ર પાસે અમુક સ્ફોટક માહિતી આવી છે. જેમાં અનેક પ્રકારના બાંધકામો પણ લાખો ચોરસ ફુટ જમીનોમાં થયા છે. તેમજ ગેરકાયદેસર રીતે રહેણાંક બાંધકામો કરી તેમાં અનેકવિધ અનઅધિકૃત મનાતી પ્રવૃતિઓ ચાલી રહી છે. જેને ઉક્ત મેગા ઓપરેશનથી ડામી દેવાશે અને આવા ગેરકાયદેસર બાંધકામો દુર કરાશે. જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો પણ બેટ દ્વારકામાં તૈનાત કરાયો છે. અસામાજિક તત્વો ઉપર પણ બાજ નઝર રાખી જરૂર પડ્યે આવા શંકાસ્પદ શખ્સોની અગમચેતી રૂપે અટકાયત કરવા માટેના ચક્રો પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા ગતિમાન કરાયા છે.

બેટ દ્વારકા એ ભારતના પશ્ચિમ છેવાડાના સમુદ્ર કિનારે એટલે કે જ્યાં જમીનમાર્ગ પુરો થાય છે. જાણવા મળતી વિગતો મુજબ તાજેતરમાં દિલ્હીથી બહાર આવેલા પી.એફ.આઈનું કથિત કનેક્શન પણ બેટ દ્વારકા સુધી જોડાયેલા છે, જેના તાર અત્રે સુધી પહોંચ્યા છે. આ જુથ દ્વારા અનેકવિધ ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોવાની ગુપ્તચર સંસ્થાને મહત્વની કડીઓ સાંપડી હોય સુરક્ષા એજન્સીઓએ આ તરફ પણ તપાસ હાથ ધરી છે.

બેટ દ્વારકામાં ઓપરેશન પૂર્વે પોલીસ કાફલો તૈનાત
આ સુચિત મેગા ડીમોલીશનને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે. રેન્જ આઇજીના માર્ગદર્શન હેઠળ ત્રણ એસ.પી., નવ ડીવાય.એસ.પી., વીસ જેટલા પી.આઈ. અને પી.એસ.આઈ. સહિતનો વિશાળ કાફલો મોડી રાત્રિથી બેટ દ્વારકામાં પહોંચી ગયો છે. સમગ્ર બેટ દ્વારકામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...