કાર્યવાહી:દેવભૂમિ દ્વારકામાં શ્રાવણિયા જુગાર પર પોલીસની ધોંસ

ખંભાળિયા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા જિલ્લામાં જુગારના 4 દરોડામાં 19 શખસ ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અલગ અલગ 4 સ્થળે પોલીસે શ્રાવણીયા જુગાર પર દરોડો પાડી જુગાર રમતા 19 શખસોને પકડી પાડી રોકડ સહિતની માલમત્તા કબજે કરી તમામ સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.ખંભાળીયા વિસ્તારમાંથી જુગાર દરોડામાં પોલીસે સંજય ભીમા વાઘેલા, હમીર કારૂ ભાચકન, રાણા નાગશી કારીયા, સંજય નરશી ઝીઝુંવાડીયા, રાણસુર આલા હરડાજાણી, ખોડુ સાજા ભાચકનને પોલીસે રોકડા રૂ.17030 તથા રોકડ-મોબાઈલ સહિત 52030ની માલમત્તા સાથે ઝડપી લીધા હતા.

કલ્યાણપુરમાં દરોડામાં પોલીસે જેસા હીરા જાદવ, રામાં રાણા બારીયા, રાહુલ દેવા જાદવ, રામદે બાબુ બારીયા, વિજય સામત જાદવને પોલીસે રોકડા રૂ.11370 તથા ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.23370ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ દ્વારકામાંથી પોલીસે ભુટાભા ગગાભા માણેક, મહેન્દ્ર અમૃતલાલ મોદી, વશરામ લખમણ રાઠોડ, રત્ના સવજી કણઝારીયાને પોલીસે રોકડા રૂ.51500ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.તેમજ અન્ય એક મીઠાપુર વિસ્તારમાંથી પોલીસે અશોક મોહન એદરીયા, કનૈયા કિશન ચૌહાણ, અનિલ રાજુ દત્તાણીયા તથા કિશોર પરસોત્તમ કાજીયાને રોકડા રૂ.10640ના મત્તા સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...