રૂ. 1.34 લાખના મુદ્દામાલ સાથે સાત શખ્સો ઝડપાયા
ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં આવેલા અનિલ સી ફૂડના દંગાની ઓફિસમાં જુગારની મહેફીલ જામી હોવાની ચોક્કસ બાતમી એલસીબી પોલીસને મળી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમે ગતરાત્રે આ સ્થળે દરોડો પાડ્યો હતો. જ્યાં ઓખાના રહીશ હિતેન્દ્ર નાનજીભાઈ ટીમરા નામના 45 વર્ષના ખારવા શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો એકત્ર કરી, અહીં લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડીને ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમાડવામાં આવતો હતો. જેની સામે તેના દ્વારા નાલ ઉઘરાવવામાં આવતું હતું. આથી પોલીસે આ દરોડામાં હિતેન્દ્ર નાનજીભાઈ સાથે સાત શખ્સોની અટકાયત કરી કુલ રૂ. 1,33,800નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
રાવલનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા જયેશ બાબુભાઈ ગામી નામના શખ્સના રહેણાંક મકાનમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી, જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની છ બોટલ તથા એક મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 4,225નો મુદ્દામાલ કબજે કરી, પ્રોહી. એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.
ખંભાળિયામાં કેફી પીણું પીધેલો બાઈક ચાલક ઝબ્બે
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા ગિરધરભાઈ માંડણભાઈ મુછડીયા નામના 45 વર્ષના શખ્સને પોલીસે કેફીનું પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ લાયસન્સ વગર મોટરસાયકલ લઈને નીકળતા ઝડપી લઇ, તેની સામે ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.