દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના અનેક વિસ્તારોમાં બુલેટ સવાર બાઈકરો દ્વારા લોકોને પરેશાન અને ફાયરિંગ જેવો અવાજ સાયલેન્સર થકી કાઢીને ભયભીત કરાતા હોવાની વ્યાપક ફરિયાદ પરથી પીઆઈ ડી.એમ.ઝાલા તથા સ્ટાફે ઝુંબેશ ઉપાડીને આવા રખડતા બાઇકસવારોને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેનુ જિલ્લા પોલીસ વડા નિતેષ પાંડેય પણ નિરિક્ષણ કર્યુ હતુ.
તેમણે રાત્રે જાતે શહેરના મુખ્ય નગરગેઇટ, જોધપુર ગેઇટ, પોર ગેઇટ, રામનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં જાત નિરીક્ષણ કર્યું હતું. તથા કામગીરી કરતા પોલીસ સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા.જયારે લોકોને પરેશાન કરનારા સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી.
તાજેતરમાં જ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જીલા પોલિસ વડા નિતેશકુમાર પાંડેયના માર્ગદર્શન હેઠળ એક વર્ષમાં રેકર્ડબ્રેક એક કરોડ જેવી દંડનીય કાર્યવાહી કરાઈ હતી.તેમણે દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓને પણ માર્ગદર્શન આપીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સાથે લોકોની પરેશાની હલ થાય પોલીસ પબ્લિક સહકારની ભૂમિકાથી કામ કરે તેવું માર્ગદર્શન પણ આપ્યું હતું. આ ઝુંબેશથી શહેરના ના ગરિકોએ રાહતનો અહેસાસ ક ર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.