સાંસદ શંકરાચાર્યજીની મુલાકાતે:પરિમલ નથવાણીએ દ્વારકાના સહજાનંદજીની મુલાકાત લીધી; શંકરાચાર્યે મોરબીની ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતની સનાતન ધર્મની ચાર બેઠોમાંથી પ્રથમ પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજની અમદાવાદના આશ્રમ ખાતે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઉદ્યોગના મોભી પરિમલભાઈ નથવાણીએ સદાનંદજી મહારાજની નિયુક્તિ થયા બાદ પ્રથમ મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. રિલાયન્સના મોભી તથા રાજ્ય સભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારકા શારદાપીઠના વિકાસમાં હંમેશા તત્પર હોય છે. સનાતન ધર્મના પ્રચાર સાથે તેઓ હંમેશા શંકરાચાર્યજીના સંપર્કમાં રહે છે.

મોરબીની ઘટના અંગે શંકરાચાર્યજી સહજાનંદજીએ સંવેદના વ્યક્ત કરી
મોરબી ખાતેની ગોઝારી ઘટના અંગે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે સંવેદના વ્યક્ત કરી મૃતકોને આત્માની શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરી હતી. તેમણે મૃતોકોના પરિવારજનોને આ કુદરતી આફત સામે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ સાથે સાંત્વના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...