• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Pabubha Manek, Who Won For 7 Consecutive Terms, Has Been Fielded Again By BJP, There Is Still Suspense About The Seat Of Khambhalia.

દ્વારકાની 2 પૈકી 1 બેઠકના ઉમેદવાર જાહેર:સતત 7 ટર્મથી જીતતા પબુભા માણેકને ભાજપે પુનઃ મેદાનમાં ઉતાર્યા, ખંભાળિયાની બેઠક અંગે હજુ પણ સસ્પેન્સ

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે 20 દિવસ તેમજ ફોર્મ ભરવાની અંતિમ મુદતને હવે માત્ર ત્રણ દિવસ જેટલો સમય બાકી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેર કરવામાં આવેલી યાદીમાં કુલ 182 પૈકી 160 ઉમેદવારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે.

બે ચરણમાં યોજનારી આ ચૂંટણીના માત્ર બાવીસ ઉમેદવાર જ જાહેર કરવાના બાકી છે. તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા-ભાણવડ વિધાનસભા બેઠકના ઉમેદવારનું નામ હજુ જાહેર થયું નથી. હાલાર પંથકની સાત પૈકી છ બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે પૈકીની એક વિધાનસભા બેઠક 82- દ્વારકા - કલ્યાણપુર માટે વધુ એક વખત તત્કાલીન ધારાસભ્ય પબુભા માણેકનું નામ જાહેર થયું છે. સમગ્ર પંથકમાં રાજકીય તથા સામાજિક રીતે વર્ચસ્વ ધરાવતા પબુભા માણેકને ભારતીય જનતા પાર્ટીએ પુનઃ મેદાનમાં ઉતાર્યા છે.

જ્યારે દ્વારકા જિલ્લાની બીજી વિધાનસભા બેઠક 81- ખંભાળિયા-ભાણવડ બેઠક માટેનું નામ આજે જાહેર થયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે બે દાયકાના ભાજપના વર્ચસ્વવાળી ખંભાળિયા બેઠક છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના ફાળે જાય છે અને આ બેઠક મહત્વની તથા પ્રતિષ્ઠાના જંગ ભરી હોવાનું મનાય છે.

આ બેઠક માટે દોઢ ડઝનથી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. કોંગ્રેસના ઉમેદવાર સામે કઠિન મનાતી આ બેઠક માટે ભાજપની ઉચ્ચ નેતાગીરી દ્વારા જામનગરના સાંસદ પૂનમબેન માડમને પણ ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે તેવી વ્યાપક ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું. ખંભાળિયાની બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર ન કરતા અનેક અટકળો અને અનુમાનો સાથે ચર્ચાઓનો દૌર વહેતો થયો છે. સાથે સાથે સમગ્ર હાલાર પંથકની જનતામાં પણ ભાજપના ઉમેદવારના નામની જાહેરાત સંદર્ભે ભારે ઇન્તેઝારી પ્રસરી જવા પામી છે.

ખંભાળિયાની બેઠક માટે કંઈક નવા સમીકરણ રચાતા હોવાની બાબતે થતી ચર્ચાએ પણ વ્યાપક જોર પકડ્યું છે. આ વચ્ચે મહત્વની બાબતો એ છે કે જિલ્લાની બંને બેઠક ખંભાળિયા અને દ્વારકામાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ દ્વારા પણ હજુ સુધી તેમના ઉમેદવારો જાહેર કરાયા નથી. તે બાબત પણ સૂચક માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...