• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Organizing Gau Katha For The First Time In The History Of Dwarka For The Benefit Of Gau Chikitsalaya; A Large Number Of People Gathered To Listen To The Story

ગૌ સેવા માટે કથાનું આયોજન:ગૌ ચિકિત્સાલયના લાભાર્થે દ્વારકાના ઇતિહાસમાં પ્રથમ વખત ગૌ કથા યોજાઈ; કથા શ્રવણ કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટ્યાં

દ્વારકા ખંભાળિયા3 મહિનો પહેલા
  • લમ્પી રોગથી દ્રારકામાં 500થી વધુ ગાયો મોતને ભેટી છે

દ્વારકામાં આમ તો આખા વર્ષભરમાં અનેક કથા, ભાગવત સપ્તાહનું આયોજન થતું હોય છે. પરંતુ દ્વારકાના ઇતિહાસમાં પ્રથમ વખત ગૌ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વારકામાં સુવિધાસભર વિશ્વ પ્રસિદ્ધ ગૌ ચિકિત્સાલય બનાવવાનો છે.

કથા શ્રવણ કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે
કથા શ્રવણ કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે

લમ્પી રોગથી 500 ગાયોના મોત થયા
ઉલ્લેખનીય છે કે ભગવાન દ્વારકાધીશને સૌથી પ્રિય એવી ગાયોમાં લંપી નામનો રોગ ઉદ્ભવ્યો છે. તેના કારણે દ્વારકા પંથકમાં લગભગ 500થી વધુ ગાયોનું મૃત્યુ થયું છે. સરકાર દ્વારા રસીકરણથી લઈ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દ્વારકાના ગૌ પ્રેમીઓએ એવો નિર્ધાર કર્યો કે દ્વારકામાં અધતન વૈશ્વિક કક્ષાની ગૌ ચિકિત્સાલય હોવું જોઈએ. જેથી દ્વારકામાં પ્રથમ વખત ગૌ સપ્તાહનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો તથા અન્ય રાજ્યોમાંથી ગૌ પ્રેમીઓ કથાનું રસપાન કરવા ઉમટી પડ્યા છે.

પશુ હોસ્પિટલ બનાવવામાં મદદ કરશે
દ્વારકામાં ગાયો માટે અદ્યતન ગૌ હોસ્પિટલ બનાવવાનાં શુભ સંકલ્પથી દ્વારકામાં દિવ્ય ગૌ ગુરૂ ગોવિંદ કથા મહોત્સવ દ્વારકામાં તારીખ 8 જૂન થી 14 જૂન દરમિયાન દરરોજ સવારે 10.00 થી 1.00 વાગ્યા સુધી કરાયું છે. જેમાં દરરોજ સાધુ સંતો અને મોટી સંખ્યામાં સ્થાનિક તથા અન્ય રાજ્યોમાંથી ગૌ ભક્તો કથા શ્રવણ કરી રહ્યા છે. કથાનાં વ્યાસ સ્થાને સતત 90000 કિલોમીટર ખુલ્લા પગે પદયાત્રા કરનાર કથાકાર શ્રી જગદીશ ગોપાલજી મહારાજ સાંભળવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે 31 વર્ષીય જગદીશ ગોપાલજી મહારાજ ગૌ ચેતના અને અધ્યતમક ચેતનાની પગપાળા યાત્રાએ હલ્દીઘાટીથી શરૂ કરી ભારત ભ્રમણ કરી છે. હાલ દ્વારકામાં અદ્યતન ગૌ હોસ્પિટલ બનાવવાનાં શુભ હેતુથી આ કથાનું આયોજન દ્વારકા જિલ્લાનાં ગૌ પ્રેમીઓ દ્વારા કરાયું છે. અને ગોપાલ ક્રિષ્ના ગૌ શાળામાં ગૌ ચિકિત્સાલયનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે તથા ટુંક સમયમાં કામ પણ શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...