નિઃશુલ્ક યોગ શિબિર યોજાયો:ઓખા ખાતે શ્રી સરસ્વતિ શિશુ મંદિર ખાતે નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન; બહોળી સંખ્યામાં બહેનો જોડાઈ

દ્વારકા ખંભાળિયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓખા ખાતે શ્રી સરસ્વતિ શિશુ મંદિર ખાતે નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત યોગ બોર્ડ તેમજ પતંજલિ યોગ સમિતિ તથા બ્રહ્માકુમારી ઈશ્વરીય સંસ્થાન દ્વારા સાત દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં મુખ્ય મહેમાન તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મોહન બારાઈ, ઓખા નગરપાલિકાના શાસક પક્ષના નેતા મુકેશ પાંજરીવાલા, ઓખા નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન દક્ષાબેન થોભાણી, ઓખા નગરપાલિકાના કાયદા અને ન્યાય સમિતિના ચેરમેન સીમાબેન માણેક, ઓખા આયુર્વેદિક દવાખાનાના ડૉ. જિજ્ઞાબેન કુલર તેમજ ગ્રામજનો હાજર રહ્યા.

આ યોગ શિબિરનું યોગ કેન્દ્રના રક્ષાબેન જોષી, બ્રહ્મા કુમારી ઈશ્વરીય સંસ્થાનના ડૉ. આશાબેન પટેલ દ્વારા આયોજન કરવામાં આવેલ. આ ઉદ્ઘાટનનું સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલ પીઠીયા દ્વારા કરવામાં આવેલ. યોગ શિબિરમાં બહોળી સંખ્યામાં બહેનો જોડાઈ હતા.

અન્ય સમાચારો પણ છે...