લાભ લેવા જાહેર જનતાને અપીલ:ખંભાળિયામાં આવતી કાલે સવારે 9થી 12 વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન

દ્વારકા ખંભાળિયા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ખંભાળિયામાં માનવસેવા સમિતિ સંચાલિત લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 27મીના રોજ સવારે 9થી 12 વાગ્યા સુધી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પમાં આંખના નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે
યુ.કે.(લેસ્ટર) સ્થિત સાંઈ ભક્તોના ગ્રુપના આર્થિક સહયોગથી વિનામૂલ્યે યોજાયેલા આ નેત્ર નિદાન સારવાર શસ્ત્રક્રિયા કેમ્પમાં વિરનગરના શિવાનંદ મિશનની આંખની હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો અને ટેકનીશિયનોની ટીમ સેવા આપશે. આ કેમ્પમાં દર્દીઓને તપાસી દવા, ટીપા તેમજ નિદાન કરીને સારવાર આપવામાં આવશે. ઓપરેશનની જરૂર મુજબ દર્દીઓને તે જ દિવસે બસ દ્વારા વીરનગર લઈ જઈને આધુનિક પદ્ધતિથી બીજા દિવસે ઓપરેશન કરી નેત્રમણી પણ બેસાડી આપીને ત્રીજા દિવસે પરત આવશે.

માનવસેવા સમિતિ દ્વારા લાભ લેવા અપીલ
​​​​​​​
દાતા પરિવારના પ્રતિનિધિઓના સન્માન સમારંભ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શહેરના બાળરોગ નિષ્ણાત ડોક્ટર એચ.એન.પડિયા, અરૂણ બરછા, પૂર્વ આચાર્ય જે.કે.જોશી, ઘનશ્યામસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા શહેર તેમજ આસપાસના વિસ્તારની જનતાને માનવસેવા સમિતિના પ્રમુખ ધીરેન બદિયાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ કેમ્પને સફળ બનાવવા સંસ્થાના ટ્રસ્ટી અને ટ્રેઝરર જગદીશ ચાવડા, સેક્રેટરી મનુ પાબારી, ટ્રસ્ટીઓ નાથાલાલ બદીયાણી, વિમલ સાયાણી, સુભાષ બારોટ તેમજ મેનેજર અભિષેક સવજાણી અને રાહુલ કણજારીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...