લાડવા ગ્રુપની વધુ એક સેવા પ્રવૃત્તિ...
ખંભાળિયાના યુવા કાર્યકરો દ્વારા સંચાલિત લાડવા ગ્રુપ કે જેના દ્વારા દર શનિવારે ગાયો માટે આશરે બે હજારથી વધુ પૌષ્ટિક લાડવાઓ બનાવી અને જુદા-જુદા વિસ્તારોમાં આ લાડુ ગાયોને ખવડાવવામાં આવે છે. છેલ્લા આશરે એક દાયકા કરતા વધુ સમયથી ચાલતી આ સેવા પ્રવૃત્તિ ભારે આવકારદાયક બની રહી છે.
શનિવારે શ્રીનાથજીની ઝાંખીનું આયોજન...
લાડવા ગ્રુપ દ્વારા ગૌ સેવાના લાભાર્થે આગામી શનિવાર તારીખ 7 જાન્યુઆરીના રોજ રાત્રે 10 વાગ્યે અત્રે લોહાણા વિદ્યાર્થી ભવનની પાછળના ભાગમાં આવેલા બરછા હોલ ખાતે શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા ગાયત્રી ગરબા મંડળ દ્વારા શ્રીનાથજીની ઝાંખી રજુ કરવામાં આવશે. આ સેવા પ્રવૃત્તિઓ માટે સુનિલ દતાણી, યમિત બદીયાણી, કપિલ દતાણી, પુનિત દાવડા સહિતના યુવા કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ ધર્મમય આયોજનોમાં સહભાગી થવા લાડવા ગ્રુપ દ્વારા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે.
ખંભાળિયાના સાઈનાથ મંદિરે અન્નકૂટ દર્શન યોજાયા...
ખંભાળિયામાં જામનગર રેલવે ફાટક પાસે વિનાયક સોસાયટી વિસ્તારમાં આવેલા શ્રી સાઈનાથ મંદિર ખાતે આજરોજ ગુરૂવારે અન્નકૂટના દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાઇબાબાને અનેકવિધ નિષ્ઠાન-ફરસાણ સાથેના સુંદર ભોગ લગાવવામાં આવ્યા હતા. આ અલભ્ય દર્શનનો લાભ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લીધો હતો. આ આયોજન માટે મંદિરના પૂજારી હિરેનભાઈ સેવક દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.