10.242 કિલોગ્રામ ગાંજો જપ્ત:ભાણવડમાં ગાંજાના જથ્થા સાથે વૃદ્ધ ઝડપાયો; રહેણાંક મકાનના ફળિયામાં વાવેતર કર્યું હતુ

દ્વારકા ખંભાળિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાણવડ તાલુકાના નવાગામ ખાતે રહેતા એક સગર વૃદ્ધે પોતાના રહેણાંક મકાનના ફળિયામાં ગાંજાનું વાવેતર કર્યું હતું. જિલ્લા એસ.ઓ.જી. પોલીસે આ શખ્સને ચોક્કસ બાતમીના આધારે ઝડપી વધુ તપાસ અર્થે ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

મકાનમાં દરોડો પાડવામાં આવ્યો
આ સમગ્ર પ્રકરણની એસઓજી સૂત્રો દ્વારા સાંપળેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા ભાણવડ પંથકમાં હાથ ધરવામાં આવેલી પેટ્રોલિંગ અંગેની કામગીરીમાં એ.એસ.આઈ. ઈરફાન ખીરા તથા મહંમદ બ્લોચને મળેલી ચોક્કસ બાતમીના આધારે નવાગામ વિસ્તારમાં રહેતા પરબત ખીમા પિપરોતર નામના 60 વર્ષના સગર વૃદ્ધના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

કુલ 10 કિલો 242 ગ્રામ મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો
ઉપરોક્ત આસામી દ્વારા પોતાના રહેણાંક મકાનના ફળિયામાં ગેરકાયદેસર રીતે માદક ગાંજાના છોડનું વાવેતર કરી અને આ ગાંજો તૈયાર થયો તેની સુકવણી કરી અને તેનું વેચાણ કરતો હોવાનું ખુલવા પામ્યું હતું. આ સ્થળેથી પોલીસે સૂકો ગાંજો તથા ગાંજાના લીલાછોડ મળી, કુલ 10 કિલો 242 ગ્રામ મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.

આરોપીને વધુ તપાસ અર્થે ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો
પ્રતિબંધિત આ ગાંજાની કુલ કિંમત 1 લાખ 2 હજાર 420 આંકવામાં આવી છે. આ પ્રકરણમાં પોલીસે આરોપી પરબત ખીમા પીપરોતરની અટકાયત કરી, એન.ડી.પી.એસ. એક્ટની કલમ મુજબ કાર્યવાહી કરી, વધુ તપાસ અર્થે ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી જિલ્લા એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા, મહંમદ બ્લોચ, હરદેવસિંહ જાડેજા, કાના માડમ, ભીખા ગાગીયા, ઈરફાન ખીરા વગેરે દ્વારા કરવામાં આવી હતી.

.

અન્ય સમાચારો પણ છે...