ઓખાના મહિલા પોલીસકર્મી સન્માનિત થયા...
ઓખા મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા વુમન હેડ કોન્સ્ટેબલ આશાબેન મનોજભાઈ પરમાર તાજેતરમાં પંજાબના જલંધર ખાતે યોજાઈ ગયેલી ઓલ ઇન્ડિયા ક્લસ્ટર 2022માં વુમન ટેબલ ટેનિસની ટીમની સ્પર્ધામાં વિજેતા થયા હતા. જેમાં તેમણે સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સિદ્ધિથી આશાબેન પરમારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે. ટેબલ ટેનિસ સ્પર્ધામાં વિજેતા આશાબેન પરમારને રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા તાજેતરમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
ખંભાળિયામાં રવિવારે વિનામૂલ્યે નેત્ર કેમ્પ...
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવ સેવા સમિતિના ઉપક્રમે આગામી રવિવાર તા. 8ના રોજ લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલ ખાતે યુ. કે. નિવાસી સ્વ. લક્ષ્મીબેન મોહનલાલ સોલંકી તથા સ્વ. જવીબેન મૂળજીભાઈ સોલંકી પરિવારના આર્થિક સહયોગથી સવારે 9થી 12 વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે.
આ કેમ્પમાં વીરનગરની શિવાનંદ મિશન હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો અને ટેક્નિશિયનો દ્વારા દર્દીઓને તપાસી દવા તથા સારવાર આપવામાં આવશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને તે જ દિવસે બસમાં વીરનગર લઈ જઈ, બીજા દિવસે આધુનિક પદ્ધતિથી ઓપરેશન કરી, નેત્રમણી બેસાડીને ત્રીજા દિવસે પરત લઈ આવવામાં આવશે. આ કેમ્પનો વિશાળ પ્રમાણમાં લાભ લેવા ખંભાળિયા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના નેત્ર દર્દીઓને માનવસેવા સમિતિ, બદિયાણી હોસ્પિટલના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી દ્વારા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.