રેલવે રૂટમાં ફેરફાર:ઓખા વારાણસી એક્સપ્રેસ સુપરફાસ્ટ હવેથી વારાણસીની જગ્યાએ બનારસ સ્ટેશન જશે

દ્વારકા ખંભાળિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનમાંથી ઉપડતી ટ્રેન નંબર 22969/22970 ઓખા - વારાણસી - ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનું બંને તરફથી ઓરિજીનેટિંગ, ટર્મિનેટિંગ સ્ટેશન બદલવામાં આવી રહ્યું છે. હવે આ ટ્રેન વારાણસી સ્ટેશનના બદલે બનારસ સ્ટેશન સુધી જશે અને બનારસ સ્ટેશનથી જ ઉપડશે અને ઓખા-બનારસ ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ તરીકે દોડશે.

પ્રાપ્તમાહિતી મુજબ, તા.08.09.22 થી ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 22969 ઓખા વારાણસી સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ હવેથી ઓખા બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ તરીકે ચાલશે અને તે ત્રીજા દિવસે 2:00 કલાકે બનારસ પહોંચશે.

એ જ રીતે, ટ્રેન નંબર 22970 વારાણસી ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ, તા.10.09.22 થી વારાણસીના સ્થાને બનારસ સ્ટેશનથી 21.45 કલાકે ઉપડશે અને બનારસ ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ એક્સપ્રેસ તરીકે ચાલશે. આ ફેરફાર કાયમી ધોરણે કરવામાં આવ્યો છે. આ ટ્રેનના અન્ય કોઈપણ મધ્યવર્તી સ્ટેશનોના આગમન તથા પ્રસ્થાનના સમય, સ્ટોપેજ અથવા અથવા અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...