આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા ટ્રેનનો ટાઈમ ટેબલ:29 નવેમ્બરથી ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

દ્વારકા ખંભાળિયા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ રેલવેમાં સેલમ યાર્ડ રિમોડલિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થવાની છે. જેનો ટાઈમ ટેબલ નીચે મુજબ આપ્યો છે

વિવેક એક્સપ્રેસ માર્ગમાં 90 મિનિટ લેટ થશે
રાજકોટ ડિવિઝનના જણાવ્યાં મુજબ દક્ષિણ રેલવેમાં સેલમ યાર્ડ રિમોડલિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થનાર છે. જે અન્વયે પ્રભાવિત થનાર ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો અંતર્ગત તા. 29/11/2022ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 16734 ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા સાલેમ-ઈરોડ-ખાકરાલા રોડ થઈને ચાલશે. આ ટ્રેન નમક્કલ સ્ટેશન જશે નહીં. તથા માર્ગમાં મોડી થનાર ટ્રેન તા. 02/12/2022ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19568 ઓખા તુતીકોરિન વિવેક એક્સપ્રેસ માર્ગમાં 90 મિનિટ લેટ (મોડી) થશે.

અન્ય સમાચારો પણ છે...