મુસાફરોની સુવિધા માટે રેલવેએ ઓખા-બીકાનેર વચ્ચે વિન્ટર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ વિશેષ ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ એ આ અંગેની જાણકારી આપી હતી.
જાણો કયા-કયા સ્ટોશનો પર સ્ટોપેજ
ટ્રેન નંબર 04716 ઓખા બીકાનેર સ્પેશિયલ ઓખાથી તા.11.01.23 અને તા.18.01.23 ના રોજ 18.30 કલાકે ઉપડશે. અને તે જ દિવસે 23.51 કલાકે રાજકોટ અને બીજા દિવસે 17.00 કલાકે બિકાનેર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 04715 બિકાનેર ઓખા સ્પેશિયલ તા.10.01.23 અને તા.17.01.2023 ના રોજ 15.50 કલાકે બિકાનેરથી ઉપડશે અને બીજા દિવસે 09.00 કલાકે રાજકોટ અને 16.00 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ભીલડી, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોડરણ, જાલોર, મોકલસર, સમદરી, લુણી, જોધપુર, મેર્રા રોડ, નાગૌર અને નોખા સ્ટેશન પર ઉભી રહેશે. ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 04716 માટે ટિકિટનું બુકિંગ તા.10મી જાન્યુઆરી,2023 થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થવાનું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.