દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને બેટ-દ્રારકા પેસેન્જર જેટીએ જીઅેમબીએ જેટીની બન્ને બાજુની સંરક્ષણ દિવાલને તોડીને નવી દિવાલ બનાવવાનું કામ કોઈ કોન્ટ્રાકટર ને સોંપ્યુ છે જેમાં આ કોન્ટ્રાકટર મારફતે કથિત રીતે મન ફાવે તેમ દિવાલનું હાથ ધરી હલકી કક્ષાના ગજીયાની દિવાલ બનાવી હોવાનુ તુટી પડી હોવાનુ જાણવા મળ્યુ છે.
આ સંદર્ભે જવાબદાર વિભાગના ઇજનેરનો સંપર્ક કરાતા બેટનુ કામ પણ બંધ કરાવાયુ હતુ.ઉપરાંત આરસીસીના બીમ કોલમ ઉભા કરી ગજીયા મુકાશે એમ પણ ઉમેર્યુ હતુ.જે બાદ એકાદ સપ્તાહ બાદ ઓખા પેસેન્જર જેટીએ કામ શરુ થયું તો ત્યાં નવા પ્રકારની કથિત ભ્રષ્ટાચારી પધ્ધતિ અપનાવાઈ રહી હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.
પેસેન્જર જેટીએ ઈલે.મોટર સમુદ્રમાં મુકીને ખારુ પાણી સિવિલ કામમાં છડેચોક વપરાઈ રહ્યુ છે. જયારે કામની જગ્યાએ GMB નો કોઈ જવાબદાર વ્યકતિ કે કોન્ટ્રાકટનો પણ માણસ હાજર રહેતા નથી.આ અંગે સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીનો સંપર્ક કરાતા તેમણે કહ્યુ હતુ કે,સમુદ્રનું પાણી વાપરી શકાય નહીં !હું બંધ કરાવું છું.
જવાબદારોને શું સજા કરશો તેવા સવાલ પર તેમણે જણાવ્યુકે, પહેલા કામ પુરૂ થવા દયો !જો બરાબર ન લાગે તો તોડી પાડશું ! આમ, ઓખા બેટ બન્ને પેસેન્જર જેટીએ મજબુત સંરક્ષણ દિવાલ તોડીને હલકી ગુણવતા વાળા મટીરીયલની દિવાલ બનાવાતી હોવાનો આક્રોશ ઉઠયો છે. જયાંથી દરરોજ હજારો પ્રજાજનો પસાર થાય છે.ત્યારે કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ ??? એવો પ્રશ્ન પણ પ્રબુધ્ધ નાગરીકોમાં ચર્ચાઇ રહયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.