• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • No More Than 10 Vehicles In Election Procession, Rally Or Caravan At The Time Of Filing Nomination Papers In Dwarka District

જિલ્‍લા મેજીસ્‍ટ્રેટનું જાહેરનામું:દ્વારકા જિલ્લામાં ઉમેદવારી પત્ર ભરવા સમયે ચૂંટણીના સરઘસ, રેલી કે કાફલામાં 10 કરતા વધુ વાહનો રાખવા નહીં

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં આગામી ચૂંટણીનું મતદાન ન્‍યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ સમગ્ર જિલ્‍લામાં જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્‍યવસ્‍થાની પરીસ્‍થિતિ જળવાઇ રહે અને આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ દ્વારા વધુ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

ચૂંટણી અનુસંધાને ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચુંટણી અધિકારી, મદદનીશ ચુંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર સહિત કુલ પાંચ કરતા વધુ વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહીં. ઉમેદવારી પત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના 100 મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે પ્રવેશી શકાશે. કચેરીના 100 મીટરના વિસ્તારમાં ત્રણથી વધુ વાહનો સાથે કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ હુકમ તમામ સરકારી કે અર્ધ સરકારી અધિકારી, કર્મચારીઓ તેમજ તેમના વાહનોને લાગુ પડશે નહી.

ચુંટણીના સરઘસ, રેલી કે કાફલામાં દસ કરતા વધુ વાહનો રાખવા કે હંકારવા પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચુંટણીનું મતદાન ન્‍યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ સમગ્ર જિલ્‍લામાં જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે અને આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે હેતુથી બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ચૂંટણી સબંધી સમુહ કે કાફલામાં કે કોઇ સરઘસ કે રેલીમાં કોઇ પણ સંજોગોમાં દ્વિચક્રી વાહનો સહિત 10 કરતા વધુ વાહનો રાખાવ કે હંકારવા પર પ્રતિબંધ મુકાયો છે. આ જાહેરનામું સરકારી વાહનોને લાગુ પડશે નહી. આ જાહેરનામું વિધાનસભાની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

જિલ્લામાં 4 કે વધુ વ્યક્તિઓએ એકત્રીત થવા પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં આગામી તા. 1 ના રોજ મતદાન થવાનું છે. આ ચૂંટણી દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જરૂરી શાંતિમય વાતાવરણમાં યોજાય, જાહેર સુલેહ શાંતીનો ભંગ થતો અટકાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ હુકમ પ્રસિધ્ધ કરી, તાત્કાલિક અસરથી વિધાનસભા સામાન્ય ચુંટણીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અધિકૃત અને સક્ષમ અધિકારીની પુર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રીત થવા અને સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ હુકમ ફરજ પર હોય તેવા ગૃહ રક્ષક દળને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી ફરજ પરના અધિકારી અને કર્મચારીને, સ્મશાન યાત્રાને લાગુ પડશે નહીં.

અન્ય સમાચારો પણ છે...