દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ઉપરાંત્ મીઠાપુર પંથકમાં સ્થાનિક પોલીસે જુદા જુદા દરોડામાં જુગાર રમતા ચાર મહિલા સહિત નવ શખસોને પકડી પાડયા હતા અને રોકડ રકમ સહિત રૂ.24 હજાર જેટલી માલમતા કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ખંભાળીયાના ગાયત્રી નગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા આરોપી રમેશ મૂળજી વાઢેરએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને પોતાના અંગત આર્થિક ફાયદા સારું નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી હતી જેના આધારે પોલીસે ઉકત મકાનમાં દરોડો પાડયો હતો.જે દરોડા વેળાએ મહિલાઓ સહિત પાંચેક લોકો જુગાર રમતા માલુમ પડયા હતા.
આથી પોલીસે રમેશ મૂળજી વાઢેર તથા આરોપી આરતીબેન ઉર્ફે મનીષા મહેશભાઈ થાનકી, નીતાબેન કમલેશગીરી ગોસ્વામી, સુનિતાબેન સુરેશભાઈ સોનિગ્રા, રીટાબેન ભરતભાઇ ઠક્કર સહિતનાને પકડી પાડી રોકડ રકમ સહિત રૂ. 18,600નો મુદામાલ કબજે કર્યો હતો. અન્ય એક દરોડામાં સ્થાનિક પોલીસે મીઠાપુર વિસ્તારમાંજુગાર રમતા સુમરાભા ડાડાભા નાયાણી, નિલેશ મનસુખ પંચમતીયા, હરીશ ફકીર સલેટ, સબીર ઉંમર ચાવડાને પોલીસે પકડી પાડી 5,380ની રોકડ સહિતની મતા કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.