ખંભાળિયા પંથકના ગઢવી અગ્રણી અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામભાઈ ગઢવીના પુત્ર મયુર ગઢવીને ભારતીય જનતા પાર્ટી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ અધ્યક્ષ તરીકેની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. સક્રિય અને યુવા કાર્યકર મયુર ગઢવીની જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની નિમણૂંક કરવામાં આવતા તેમની વ્યાપક આવકાર સાંપડ્યો છે.
આના અનુસંધાને ખંભાળિયા નજીક આવેલા બેહ ગામ ખાતે શ્રી જુંગીવારા વાછરાદાદાના મંદિરે મયુર ગઢવીનો ભવ્ય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઢોલ-શરણાઈના સથવારે તેમનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને પરંપરાગત ચારણી પાઘડીથી આ ગામોના ઉપસ્થિત આગેવાનો, હોદ્દેદારોએ તેઓને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અગ્રણી હિતેન્દ્ર આચાર્ય દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ મયુર ગઢવી દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યો અંગે જાણકારી આપવામાં આવી હતી. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામ ગઢવીએ આગની શૈલીમાં પ્રસંગિક ઉદબોધન કરી અને તમામ લોકોને સરકારના વિકાસ યજ્ઞમાં જોડાવા માટે અપીલ કરી હતી.
આ અવસરે જુંગીવારા ધામ ખાતે ઢોલ, શરણાઈ અને સામૈયા સાથે બેહ ગામના સરપંચ પ્રવીણ ગઢવી અને સમાજના વડીલો, રાજપૂત સમાજના અગ્રણીઓ ભીખુભા જાડેજા, કેશુભા જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વીરેન્દ્રસિંહ, બારા ગામના સરપંચઓ, નાના આશોટા ગામના આહિર અગ્રણી નકાભાઈ પટેલ, ભુરાભાઈ કોટા સહિતના સ્થાનિક અગ્રણીઓ, વિવિઘ સમાજનાં આગેવાનો અને કર્મઠ કાર્યકર્તાઓ અને યુવાનો દ્વારા તેમના આત્મીયપૂર્વક સ્વાગત, સન્માન અને અભિવાદન બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિકાસ કાર્યોમાં સદાય પ્રવૃત્ત અને સક્રિય રહેવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટા આસોટા, ઉગમણા બારા, વચલા બારા, બેરાજા, બેહ સહિતના ગામોના વિવિધ જ્ઞાતિના આગેવાનો તેમજ સરપંચ વગેરે જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.