• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Near Dwarka, The Car Overturned After The Driver Lost Control Of The Steering Wheel; Six People Including Two Women And Two Children Were Injured

કાર પલટી ખાઈ રોડ નીચે ઉતરી ગઈ:દ્વારકા પાસે કાર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર પલટી ખાઈ ગઈ; બે મહિલા-બે બાળકો સહિત છ લોકો ઈજાગ્રસ્ત

દ્વારકા ખંભાળિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામ દ્વારકા પાસે આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગના માર્ગ પર આજે સવારે 10:00 કલાકે એક કારના ડ્રાઇવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત થયો હતો. જેમાં અંદર બેઠેલા યાત્રીકો ઘવાતાં તેમને સારવાર માટે 108 મારફતે દ્વારકાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.

ડ્રાઇવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર પલટી ખાઈ ગઈ
દ્વારકાથી લગભગ 15 કિલોમીટર દૂર નાગેશ્વર જ્યોતિર્લિંગના માર્ગ પર એક હોન્ડા એક્સેસ કારના ડ્રાઇવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર પલટી ખાઈ રોડ નીચે ઉતરી ગઈ હતી. આ કાર અંદર બેઠેલા બે યુવાનો, બે મહિલાઓ તથા બે બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. આસપાસ ખેતરોમાં કામ કરતા લોકોએ અકસ્માત થતાં દોડી આવ્યા હતા અને મહામુસીબતે કારના દરવાજા ખોલી અંદર બેઠેલા યાત્રીકોને બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો.

ઈજાગ્રસ્તોને દ્વારકાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા
નાગેશ્વરના 108 એમ્બ્યુલન્સના પાયલોટ રોહીત કામરીયા તથા ઇએમટી મહેશ ભાલીયા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાર અંદર બેઠેલા યાત્રિકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે દ્વારકાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...