દ્વારકામાં લોક અદાલત:દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ કોર્ટમાં તારીખ 13ના રોજ નેશનલ લોક અદાલત

દ્વારકા ખંભાળિયા4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા. 13 ના રોજ જિલ્લાની તમામ કોર્ટમાં ફોજદારી સમાધાન પાત્ર કેસ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ 138 ના મુજબના ચેક કેસ, બેંક રિકવરી દાવા, એમ.એ.સી.પી.ના કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલ પાણીના કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ વિગેરે માટે નેશનલ લોક અદાલતનું આયોજન નાલસાના એક્શન પ્લાન મુજબ કરવામાં આવ્યું છે.

ઝડપી કેસોનો નિકાલ કરવામાં આવશે
આ લોક અદાલતમાં વધુમાં વધુ કેસો મૂકવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. આ લોક અદાલતના માધ્યમથી આ કેસમાં સમાધાન કરાવવાથી લોકોના આર્થિક અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઈપણ માહિતી મેળવવી હોય તો દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફોન નંબર 02833-233775 પર સંપર્ક સાધવા તેમજ દરેક તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય તો જે-તે તાલુકા કોર્ટનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...