રમતોત્સવ:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.12થી 16 સપ્ટે.સુધી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન થશે

ખંભાળિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
આગામી નેશનલ ગેમ્સ સંદર્ભે માહિતી અપાઈ - Divya Bhaskar
આગામી નેશનલ ગેમ્સ સંદર્ભે માહિતી અપાઈ
  • તા. ૧૨ સપ્ટેમ્બરના આર.એસ. કંડોરીયા નંદાણા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

રાજયમાં તા.29 સપ્ટેથી તા.12 ઓકટો દરમિયાન નેશનલ ગેમ્સ યોજાનાર છે ત્યારે નેશનલ ગેમ્સ પૂર્વે દેવભૂમિ જિલ્લાના નાગરિકોમાં રમત -ગમત પ્રત્યે જાગૃતિ આવે તેવા આશય સાથે તા.12થી 16 સપ્ટે. દરમિયાન નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પઈનનું આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

આ સંદર્ભે માહિતી આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રેસ મીટ યોજાઇ હતી.જેમાં ઇન્ચાર્જ કલેક્ટર ડી.જે.જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તા.29 સપ્ટેથી નેશનલ ગેમ્સનું આયોજન કરાયુ છે. ત્યારે જિલ્લાના બાળકોમાં તેમજ યુવાઓમાં ગેમ્સ પ્રત્યે જાગૃતિ આવે તે માટે તા.12થી 16 સપ્ટેમ્બર સુધી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પઈનનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તા.12 સપ્ટેમ્બરના આર.એસ.કંડોરિયા સાયન્સ કોલેજ-નંદાણા ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.13 અને 14 સપ્ટે.ના રોજ કોલેજ કક્ષાએ તેમજ તા.15 અને 16 સપ્ટેમ્બરના રોજ શાળા કક્ષાએ અવેરનેસ કેમ્પઈન યોજાશે.જેમાં કબ્બડી, ચેસ,રસ્સાખેંચ, એથ્લેટીક, ખો - ખો જેવી અનેકવિધ રમત યોજાશે. આ વેળાએ અધિક નિવાસી કલેક્ટર ભુપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.આર.પરમાર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારી એચ.કે.પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...