• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • National Games Awareness Campaign To Be Launched In Dwarka District From Monday; An Important Meeting Was Organized Regarding The National Games

36મી નેશનલ ગેમ્સની પૂર્વ તૈયારી:દ્વારકા જિલ્લામાં સોમવારથી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પઈનનો પ્રારંભ થશે; નેશનલ ગેમ્સ અંગે મહત્વની બેઠકનું આયોજન કરાયું

દ્વારકા ખંભાળિયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં તા.29 સપ્ટેમ્બરથી તા.12 ઓક્ટોબર દરમિયાન નેશનલ ગેમ્સ યોજાવા જઇ રહી છે. ત્યારે નેશનલ ગેમ્સ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગરિકોમાં રમત-ગમત પ્રત્યે જાગૃતિ આવે તે આશય સાથે તા. 12થી 16 સપ્ટેમ્બર દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પઈનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેની માહિતી ઇન્ચાર્જ કલેક્ટર ડી.જે. જાડેજા દ્વારા આપવામાં આવી હતી.

નેશનલ ગેમ્સ અંગેની ખાસ બેઠકમાં ઇન્ચાર્જ કલેક્ટર ડી.જે. જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તા. 29 સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દ્વારકા જિલ્લાના બાળકોમાં તેમજ યુવાઓમાં ગેમ્સ પ્રત્યે જાગૃતિ આવે તે માટે તા. 12થી 16 સુધી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પઈનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તા. 12ના રોજ નંદાણા ગામે આવેલી આર.એસ. કંડોરિયા સાયન્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 13 અને 14 સપ્ટેમ્બરના રોજ કોલેજ કક્ષાએ તેમજ તા. 15 અને 16 સપ્ટેમ્બરના રોજ શાળા કક્ષાએ અવેરનેસ કેમ્પઈન યોજાશે. જેમાં કબ્બડી, ચેસ, રસ્સાખેંચ, એથ્લેટીક, ખો-ખો જેવી અનેકવિધ ગેમ્સ પણ યોજાશે. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર ભુપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.આર. પરમાર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારી એચ.કે. પ્રજાપતિ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...