ખંભાળિયા સહિત રાજ્યભરમાં તાજેતરમાં યોજાઈ ગયેલી વિધાનસભા ચૂંટણીમાં ખંભાળિયાના ઉમેદવાર મુળુભાઈ બેરાનો ભવ્ય વિજય થયો છે. જેમાં અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરાને ગુજરાત સરકારમાં કેબિનેટ સ્થાન મળતા ખંભાળિયાના અગ્રણી કાર્યકર ઈન્દ્રજીતસિંહ પરમાર અને ધીરુભાઈ ટાકોદરાએ ખંભાળિયા તાલુકાના કેશોદ ખાતે બિરાજતા શ્રી આવળ માતાજી સુધી પદયાત્રા કરવામાં આવી હતી.
અહીં શ્રી આવળ માતાજી મંદિર ખાતે મુળુભાઈ બેરાના વજન જેટલી સાકર ધરાવીને તેમના માટે રાખવામાં આવેલી માનતા પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થળ એક હજાર નોટબુક અને બે હજાર પેન સાથે કુપોષિત બાળકોની કીટનું વિતરણ કરી મુળુભાઈ બેરાનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ નોટબુક-પેનનું તેમના દ્વારા કેળવણીના પ્રોત્સાહન માટે અર્પણ કરવામાં આવી હતી. કુપોષિત બાળકોની કીટ પણ આંગણવાડી વર્કરને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અહીંના ક્ષત્રિય અગ્રણી પી.એસ. જાડેજા, જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા, હરિ નકુમ, શૈલેષ કણજારીયા, અનિલ તન્ના, પિયુષ, વનરાજસિંહ વાઢેર, દિનેશ દતાંણી, જીગ્નેશ પરમાર, હિતેન્દ્ર આચાર્ય, પ્રભાત ચાવડા, રસિક નકુમ, રવિરાજસિંહ જાડેજા, જયેશ ગોકાણી, યોગેશ મોટાણી, લાલજી ભુવા, પ્રતાપ દતાણી, સંજય નકુમ, દીપેશ ગોકાણી, મયુર ધોરીયા, હસુ ધોળકિયા, ભવ્ય ગોકાણી, નિકુંજ વ્યાસ, મોહન મોકરીયા સહિતના હોદેદારો, કાર્યકરો તથા વિવિધ સમાજના આગેવાનો વગેરે આ સત્કાર્યમાં સહભાગી થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.