કાર્યક્રમ:ખંભાળિયામાં સવા મણ સુખ વિષય પર મોટીવેશન સ્પીચ

ખંભાળિયા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબીબો,પત્રકારો સહિત પ્રબુદ્ધ નાગરિકોની હાજરી

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં ચાર રસ્તા નજીક ખાનગી હોટલના હોલમાં મોટીવેશન વક્તા જય વસાવડાની સ્પીચ એક કાર્યક્રમનુ આયોજન બુધવારે રાત્રે મહિલા મંડળના ચંદા મોદી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના સ્પોન્સર વીંગ્સ હોસ્પિટલના સંજય દેસાઈ સહિતના ડૉક્ટરો દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

વક્તા જય વસાવડા દ્વારા બે કલાકની ધારદાર મોટીવેશન સ્પીચ આપવામાં આવી હતી. જેમાં ખંભાળીયાના ડોક્ટરો, પત્રકારો, પ્રબુદ્ધ નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ બાદ હાજર રહેલ નાગરિકો સાથે જય વસાવડા દ્વારા જુદા જુદા વિષય ઉપર પ્રશ્નો જવાબની આપ-લે કરી હતી.

મોડી રાત સુધી ચાલેલા કાર્યક્રમમાં સ્થાનિક શ્રોતાઓની હાજરી અને લાગણીમાં જય વસાવડા ભાવ વિભોર થયો હતા. આ કાર્યક્રમની બાદ પત્રકાર પરબત ગઢવી, કૌશલ સવજાણી, સહિતના લોકો સાથે હાઇવે પરની હોટલમાં ચા-નાસ્તાની કાઠિયાવાડી મહેમાન ગતિ માણી હતી. આ પ્રોગ્રામથી શહેરના હાજર રહેલા લોકો પ્રભાવિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...