• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • More Than 20 Thousand People Filled The Form Under Electoral Roll Reform In Devbhoomi Dwarka; Remaining People Can Fill The Form On 11

મતદારયાદી સુધારણા ઝૂંબેશ:દેવભૂમિ દ્વારકામાં મતદારયાદી સુધારણા અંતર્ગત 20 હજારથી વધુ લોકોએ ફોર્મ ભર્યા; બાકી રહી ગયેલા લોકો તા. 11ના રોજ ફોર્મ ભરી શકશે

દ્વારકા ખંભાળિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્લી દ્વારા તા.1 ઓક્ટોબરની લાયકાત તારીખની ફોટાવાળી મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે તા. 12 ઓગસ્ટથી શરૂ થયેલા કાર્યક્રમ હેઠળ તા. 21 તથા તા. 28 ઓગસ્ટ, તા. 4 સપ્ટેમ્બર અને તા.11 સપ્ટેમ્બરના ચાર રવિવારના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કુલ 20 હજાર 400થી વધુ લોકોએ ફોર્મ ભર્યા છે. જેમાં તા. 28ના દિવસે 12 હજારથી વધુ લોકોએ ફોર્મ નોંધણી કરાવી હતી. 18 થી 19 વર્ષની વય જૂથના 2300થી વધુ નવા યુવા નાગરિકોની નોંધણી થઈ છે.

ચાર રવિવારના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરાયા
સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. તા. 1 ઓક્ટોબરની સ્થિતિએ જેમની ઉંમર 18 વર્ષથી વધુ થતી હોય તેવા તમામ નાગરિકો, મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. આ ઉપરાંત મતદારયાદીમાં સુધારા-વધારા પણ કરાવી શકશે. વધુમાં નાગરિકો તેના આધારકાર્ડને પણ લીંક કરાવી શકશે.આગામી રવિવાર તા. 11 રવિવારના રોજ પણ 652 મતદાન મથકો ઉપર બી.એલ.ઓ. દ્વારા સવારના દસથી સાંજના પાંચ સુધી હક્ક-દાવાઓનો સ્વીકાર કરવામાં આવશે.

નાગરિકોએ જે-તે વિસ્તારના મતદાન મથક પર બી.એલ.ઓનો સંપર્ક કરીને અથવા વોટર હેલ્પલાઈન એપ, www.nvsp.in, pwD મોબાઈલ એપ પરથી પણ ઓનલાઈન સુવિધાઓ મેળવી શકાશે. ઉપરાંત ટોલ ફ્રી નં. 1950 પણ મતદારયાદી તેમજ ચૂંટણીને લગતી કામગીરીની જાણકારી માટે કાર્યરત છે. ત્યારે જિલ્લાના 18 વર્ષથી વધુની ઉંમરના તમામ નાગરિકોએ મતદારયાદીમાં નોંધણી કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એમ.એ. પંડ્યા દ્વારા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...