ચોરીનો ભેદ ઉકેલાયો:દ્વારકામાં મોબાઈલ ફોન-GPS ડિવાઈસ ચોરી કરનારી 2 ઝબ્બે

ખંભાળિયા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી બેલડી - Divya Bhaskar
આરોપી બેલડી
  • SOGની ટીમે દરિયાકાંઠે દરગાહ પાસેથી બંનેને દબોચી લીધા
  • ચોરાઉ ફોન, GPS પણ કબજે​​​​​​​, બંને આરોપીની સઘન પૂછપરછ

દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં દરીયાકાંઠે હોડીમાંથી મોબાઇલ ફોન અને જીપીએસ ડીવાઇસની ચોરીના બનાવનો સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે ભેદ ઉકેલી નાખતા ચોરાઉ માલમતા સાથે બે શખસોને દબોચી લીઘા હતા.જે બંને શખસોની પોલીસે સધન પુછપરછ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર યાત્રાધામ દ્વારકામાં આવેલ રૂપેણબંદર ખાતે રહેતા સરફરાઝ ભેંસલીયાએ માછીમારી કરી પોતાની હોળીને દરિયા કાંઠે રાખી મચ્છીનું વેચાણ કરવા ગયા હતા જે દરમિયાન એક પ્લાસ્ટિકની બરણીમાં પોતાનો મોબાઈલ ફોન તથા જી.પી.એસ. ડીવાઇયસ રાખેલ હતું. જે કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી લઈ લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જે ચોરીના બનાવની પોલીસે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહયો હતો જે વેળાએ પોલીસને આ ચોરાઉ મતા સાથે બે શખસો દરીયાકાંઠે જોડીયા પીરની દરગાહ પાસે હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસ ટીમ તુરંત જ દોડી જતા ફારૂક ઓસમાણ ચૌહાણ તથા ફારૂક સુલેમાન થૈમ નામના બે શખસ મળી આવ્યા હતા.

પોલીસે બંને શખસોની તલાશી લેતા તેઓના કબજામાંથી ચોરાઉ મોબાઇલ અને જીપીએસ પણ મળી આવ્યા હતા.પોલીસે બંનેના કબજામાંથી રૂ.10 હજારની કિંમતનો ફોન અને રૂ.5 હજારની કિંમતનુ જીપીએસ ડીવાઇસ કબજે કર્યુ હતુ અને તેની પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...