કામગીરી:ભાટિયા સેવા સહકારી મંડળીના મંત્રી સલાહકારને ગેરવર્તણૂંક મુદ્દે છૂટા કરાયા

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુચનોના અનાદર, હિસાબ ન આપવા સહિતના કારણો દર્શાવી પગલાં

થોડા સમયથી વિવાદમાં સપડાયેલી ભાટીયા સેવા સહકારી મંડળીમાં મંત્રી અને સલાહકાર સભાસદો સાથે ઉધ્ધત વર્તન કરતા, વ્યવસ્થાપક કમીટીને કોઈ પણ હિસાબ ન આપતા વ્યવસ્થાપક કમીટીએ મંત્રી તથા સલાહકારને છુટટા કર્યા હોવાનુ સામે આવ્યુ છે.જેમાં મંત્રી અને સલાહકાર સમયસર આવતા ન હોય,ઓફીસ પર પોતાનુ તાળુ મારીને જતા રહેતા,વ્યવસ્થાપક કમીટીએ વારંવાર હિસાબ માગંવા છતા આપતા ન હોવાનુ પણ હોદેદાર દ્વારા જણાવાયુ છે.જયારે વ્યવસ્થાપક કમીટીની મીટીગં હોય ત્યારે મંત્રી અને સલાહકાર પોતાની મરજી મુજબના ઠરાવો પાસ કરવા માટે કમીટી પર દબાણ લાવતા હોવાનો પણ આક્ષેપ થયો છે.

જો કમીટી તેઓનુ સુચન માન્ય ન રાખે તો તેઓ ઠરાવો લખવાની ના પાડી દેતા હોવાનુ પણ હોદેદાર સહિતની કમિટિ દ્વારા જણાવાયુ હતુ. આથી વ્યવસ્થાપક કમિટિએ આ મંત્રી તથા સલાહકારને છુટા કરવાનો સામુહિક નિર્ણય લીધો હતો જે એજન્ડા નકકી કરી અને તા.30/8ના મીટીગં યોજી મંત્રી સલાહકારને બોલાવવામાં પણ આવ્યા હતા.તેઓ હાજર રહયા નહોતા.એટલુ જ નહી કમીટીને મીટીંગ માટે ઓફીસ પણ ન ખોલી દેવાઈ ત્યારે આખરે સ્થળ ફેરફાર કરી મીટીગં લેવાઇ હતી.

જેમાં બહુમતીથી મંત્રી ભાવેસ રણછોડ કણઝારીયા, સહમંત્રી મહેન્દ્ર હરદાસ નકુમ અને સલાહકાર ઉકા જીવા કણઝારીયાને છુટટા કરી દેવાયા હોવાનુ પ્રમુખ સહિતની કમિટીએ જણાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, સહકારી મંડળીમાં ઘણા સમયથી આ બાબતની ફરીયાદો પ્રમુખને મળી રહી હતી.તેથી હાલના મંડળીના પ્રમુખ વેલા લાલા નકુમ તથા કમીટી દ્રારા આ બાબતની વિગત આપવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...