આજે ફુલડોલ ઉત્સવ:દ્વારકામાં કાળીયા ઠાકોરને લાખો ભાવિકોએ શિશ ઝૂકાવ્યું

દ્વારકા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવિકગણમાં અનેરો થનગનાટ

યાત્રાધામ દ્વારકામાં દ્વારીકાધીશજીના દર્શનાર્થે લાખો ભાવિકો ઉમટી પડયા છે.દુર દુરથી પગપાળા આવતા ભાવિકોમાં બુધવારે ભગવાન દ્વારીકાધીશજી સંગ ફુલડોલ ઉત્સવ ઉજવવા માટે ભારેથનગનાટ જોવા મળે છે.મંગળવાર રાત્રી સુધીમાં લગભગ 1.93 લાખ લોકોએ જગતમંદિરે શિશ ઝુકાવ્યુ હતુ.

યાત્રાધામ દ્વારકામાં હોળી-ધુળેટી પર્વે ફુલડોલ ઉત્સવના દર્શનાર્થે દર વર્ષે લાખો ભાવિકો ઉમટી પડે છે.સોમવારે હોલીકા પ્રાગટય બાદ મંગળવારે પણ દર્શનાર્થીઓનો પ્રવાહ વણથંભ્યો રહયો હતો.દ્વારીકાનગરીમાં ઠેર ઠેર જય રણછોડ માખણચોરનો નાદ ગુંજી રહયો છે.જગતમંદિર પરીસર સહિત યાત્રાધામના તમામ માર્ગો પર ભાવિકોનો અભૂતપુર્વ પ્રવાહ પણ જોવા મળી રહયો છે. જગતમંદિરમાં બુધવારે તા.8મી માર્ચના બપોરે બે વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ફુલડોલ ઉત્સવ ઉજવાશે.

અન્ય સમાચારો પણ છે...