બેફામ ડ્રાઈવિંગ:દ્વારકામાં છોટાહાથીની ટ્રક સાથે ટક્કરમાં આધેડનું મૃત્યુ; સારવાર દરમિયાન આધેડનું મૃત્યું

દ્વારકા ખંભાળિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

દ્વારકા જિલ્લાના ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવી જઈ રહેલા છોટા હાથીને અકસ્માત નડ્યો હતો. છોટા હાથીમાં સવાર એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્રએ છોટા હાથી વાહનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

છોટાહાથી રોડની એક બાજુની નાલીમાં ખાબક્યું
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા સાજણ મુરાભાઈ ચાનપા નામના 35 વર્ષના યુવાન તેમના પિતા મુરાભાઈ આલાભાઈ ચાનપા સાથે એક છોટા હાથી પેસેન્જર વાહનમાં જઈ રહ્યા હતા. ત્યારે નંબર પ્લેટ વગરના આ છોટા હાથી વાહનના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવી, દ્વારકા-ઓખા હાઈ-વે રોડ પર ભીમરાણા ગામ નજીક રોડની એક સાઇડમાં પાર્ક કરવામાં આવેલા ટ્રક સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે આ છોટાહાથી વાહન રોડની એક બાજુની નાલીમાં ખાબક્યું હતું.

ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
આ અકસ્માતમાં વાહનમાં જઈ રહેલા મુરાભાઈ આલાભાઈ ચાનપા (ઉ.વ. 55)ને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર સાજણ મુરાભાઈ ચાનપાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે છોટા હાથી વાહનના ચાલક શુક્લાભા માણેક (રહે. સુરજકરાડી) સામે આઈ.પી.સી. કલમ 304 (અ), 269, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...