મતદાન જાગૃતિ કાર્યક્રમ:ખંભાળિયાના હર્ષદપુરમાં રંગોળી દ્વારા મતદાન કરવા સંદેશ; કલ્યાણપુરના ગાગા ગામે બાળ સંસદ યોજાઈ

દ્વારકા ખંભાળિયા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવ્યા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. ત્યારે જિલ્લામાં મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે.

રંગોળી બનાવી અચૂક મતદાન કરવા સંદેશ
ખંભાળિયા તાલુકાના હર્ષદપુર વિસ્તારમાં આવેલી નવી વાડી પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા બીએલઓ દર્શનભાઈ બુદ્ધભટ્ટી દ્વારા અવસર લોકશાહી અંતર્ગત રંગોળી બનાવીને તમામ મતદારોને આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં અચૂક મતદાન કરવા મતદાન જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો.

બાળકોને ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ કરાયા
આ સાથે શાળા કક્ષાએથી લોકશાહીનો ખરો અર્થ સમજે તથા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પ્રક્રિયામાં એક મતનું શું મૂલ્ય છે, તેનાથી વાકેફ થાય તે હેતુથી કલ્યાણપુર તાલુકાના ગાગા ગામની પ્રાથમિક શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીમાં ચૂંટણી પ્રકિયાનું અનેરું મહત્વ છે. દેશનાં નાગરિકો ચૂંટણીની પ્રક્રિયા બાબતે જેટલાં જાગૃત બને તેટલી જ લોકશાહી મજબૂત બને. ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ લોકશાહીના ભાવિ મતદાર છે. બાળકોએ અન્ય લોકોને પણ મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...