• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Meeting On Election Expenditure Control Operation Under The Chairmanship Of Expenditure Observer In Devbhoomi Dwarka District

વિધાનસભા ચૂંટણી 2022:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખર્ચ ઓબ્ઝર્વરના અધ્યક્ષસ્થાને ચૂંટણી ખર્ચ નિયંત્રણ કામગીરી અંગે બેઠક

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણી સંદર્ભે હાલ આદર્શ આચાર સંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખર્ચ ઓબર્ઝવર સૌરભ દુબેના અધ્યક્ષસ્થાને અહીંની જિલ્લા કલેકટર કચેરી ખાતે ચૂંટણી ખર્ચ નિયંત્રણ કામગીરી માટે બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં ખર્ચ ઓબર્ઝવરે જણાવ્યુ હતુ કે, કોઈપણ પ્રકારના વિવાદ કે પક્ષપાત વિના નિષ્પક્ષ, ન્યાયી, સ્વતંત્ર રીતે ચૂંટણી યોજાઈ તે મહત્વની બાબત છે. જિલ્લાની ટીમ આ કામગીરી વધુ સારી રીતે પૂર્ણ કરી શકશે તેવી શ્રદ્ધા સાથે તેમણે ખર્ચ નિયંત્રણ સંબંધિત કોઈપણ પ્રકારનું નિરીક્ષણ ચૂકી ન જાય તે જોવા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.

ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તે દરેક પોતાના દાયિત્વથી વાકેફ હોય છે, ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસરે તો તે પડકારોને વધુ સારી રીતે કામગીરી કરી શકે છે. એક મતદાતા તરીકે નહીં પરંતુ નાનામાં નાની બાબતો માટે સતર્ક રહેવા તથા ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસરવા સૂચન કર્યુ હતું. તેમણે દરેકને પોતાની ચૂંટણી ફરજ વિશે વધુ સતર્ક થવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા, ખર્ચ નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, અધિક નિવાસી કલેક્ટર ભૂપેશ જોટાણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્થા ડાંગર વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...