વિધાનસભા ચૂંટણીની રંગ જામ્યો:ખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા મેનીફેસ્ટો સંવાદ કાર્યક્રમ યોજાયો, ચૂંટણી ઢંઢેરાના મુદ્દાઓ નક્કી કરાયા

દ્વારકા ખંભાળિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા કરવામાં આવેલા આ કાર્યક્રમનો પ્રારંભ વૃક્ષારોપણ દ્વારા કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાની હાજરીમાં જાહેર જનતાને કનડતા પ્રશ્નો સાંભળ્યા બાદ કોંગ્રેસ પક્ષના વિધાનસભા ચૂંટણીના ચૂંટણી ઢંઢેરામાં આ પ્રશ્નોનો સમાવેશ કરવાનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો હતો.

મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ વિવિધ મહત્વના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ યાશીનભાઈ ગજ્જન, કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા, પ્રભારી સારાબેન મકવાણા, કોંગ્રેસના આગેવાન મુળુભાઈ કંડોરિયા, પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયા, લખુભાઈ નકુમ, લખમણભાઈ આંબલિયા, એભાભાઈ કરમુર, ગિરધરભાઈ વાઘેલા, છાયાબેન કુવા, કવિતાબેન ત્રિવેદી, જીવાભાઈ કનારા, પરબતભાઈ લગારિયા, અરજણભાઈ કણજારીયા, નાગાજણભાઈ જામ, રાહુલ જગતિયા સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...