અમદાવાદના એટીએસ પોલીસ સ્ટેશનમાં નો઼ધાયેલા માદક પદાર્થ હેરાફેરી પ્રકરણમાં નાસતા ફરતા દ્વારકા પંથકના એક આરોપીને સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમે ખંભાળિયાની ભાગોળે રીલાયન્સ સર્કલ પાસેથી દબોચી લીધો હતો.મૂળ દ્વારકાના રૂપેણ બંદર પંથકના રહીશ એવા પકડાયેલા આરોપીનો કબજો અમદાવાદ ખાતે એટીએસને સુપરત કરાયો હતો.પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપના ઇન્ચાર્જ પીઆઇ પી.સી. સીંગરખીયાના નેતૃત્વમાં પોલીસ ટીમ નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી.
જે વેળાએ એ.એસ.આઈ. અશોકભાઇ સવાણી તથા જીવાભાઈ ગોજીયા સહિતની ટીમને અમદાવાદમાં એટીએસ પોલીસ મથક ખાતે નોંધાયેલા એનડીપીએસ એકટ હેઠળના ગુનામાં ફરાર આરોપી હનીફ હબીબભાઇ સોઢા ઇદના તહેવાર સબબ ખંભાળિયા ખાતે આવ્યો હોય જે દ્વારકા જવા માટે રીલાયન્સ સર્કલ નજીક ઉભો હોવાની બાતમી મળી હતી.
જે બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટુકડીએ ત્વરીત ધસી જઇ હનિફ સોઢા(રે. રૂપેણ બંદર,દ્વારકા)ને સકંજામાં લીઘો હતો. એસઓજી પોલીસે સકંજામાં સપડાયેલા આ શખસની યુકિત પ્રયુકિતપુર્વક પુછપરછ કરી હતી જે બાદ પોલીસે તેને હસ્તગત કરી તેનો કબજો અમદાવાદ એટીએસ પોલીસ મથક ખાતે સુપરત કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.