દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં મામલતદાર કચેરીએ બે દિવસ સુધી સર્વર જામના કારણે નેટ બંધ રહેતા સેવાઓ ખોરવાઇ હતી જેથી અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.જોકે,ત્રીજા દિવસે નેટ ઘીમુ શરૂ થતા થોડી રાહત રહી હોવાનુ સામે આવ્યુ છે.
ખંભાળીયા શહેરમાં મામલતદાર કચેરીમાં નેટ સેવા તથા 7/12 તથા અન્ય દાખલાઓ તથા રેશનકાર્ડના કામો માટેના સર્વર બંધ થઈ જતા ત્રણેક દિવસથી લોકોને ધક્કા થાય તેવી સ્થિતી થઈ હતી. જો કે, તંત્ર દ્વારા બોર્ડ મારીને આ વાતની જાણ પણ કરવામાં આવી હતી પરંતુ લોકોના ઉપયોગી કામો ના થતા ભારે પરેશાની ઉભી થઇ હતી. જેમાં ત્રીજા દિવસે ધીમી ગતિએ કામ શરૂ થયું છે.
મામલતદાર લુક્કાએ જણાવ્યુ હતુ કે, ઉપરથી અપડેશનની પ્રક્રિયા ચાલુ હોય આ પરેશાની થાય છે. જેમાં ચાલુ પ્રક્રિયામાં સ્કીપ થતા પ્રિન્ટ ડાઉનલોડ ના થાય અને પૈસા કપાઈ જાય તેવુ પણ થતું હોય આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે ,સતત દાખલા બંધ થતાં કતારો લાગી હતી તથા લોકો પરેશાન થઈ ગયા હતા. મોબાઈલમાં પણ આ સોફ્ટવેર ના ચાલતો હોય તેવી પણ ફરિયાદો ઉઠવા પામી હતી.
ખંભાળિયાની મામલતદાર કચેરીમાં સર્વર જામ થતાં ઈન્ટરનેટ સમસ્યા ઉભી થઈ હોવાના પરિણામે બે દિવસમાં સેંકડો અરજદારોએ હેરાનગતિ ભોગવવી પડી હતી. ઘણાએ તો દૂર દૂરથી બબ્બે કે ત્રણ ત્રણ ધક્કા પણ ખાવા પડતા રોષની લાગણી ફેલાઈ ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.