• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Lord Nageshwar Will Have Darshan Of Mahadev After Dwarkadhish; More Than 900 Police Personnel Deployed For Complete Security

ઉપરાષ્ટ્રપતિ કાલે દ્વારકાધીશના દર્શને:ભગવાન દ્વારકાધીશ બાદ નાગેશ્વેર મહાદેવના દર્શન કરશે; અભેદ સુરક્ષા માટે 900થી વધુ પોલીસ જવાન તૈનાત

દ્વારકા ખંભાળિયા3 દિવસ પહેલા

દ્વારકા જગત મંદીરની મુલાકાતે ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ આવતીકાલે આવનાર છે. જેના અનુસંધાને જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાના અધ્યક્ષસ્થાને પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક મળી હતી. ઉપરાષ્ટ્રપતિ નાગેશ્વર જ્યોતિર્લિંગ અને જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે. ત્યારે સુચારૂ આયોજન અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સુરક્ષા બાબતે આજથી જ રિહર્સલ કરવામાં આવી
દ્વારકા એસ.પી. નિતેશ પાંડેયની અધ્યક્ષતા હેઠળ અભેદ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 6 ડીવાયએસપી,12 પીઆઈ, 45 પીએસઆઈ તથા 1100જેટલા પોલીસ જવાન, હોમગાર્ડઝ, એસઆરડી તથા અન્ય સુરક્ષા જવાનો તૈનાત રહેશે. સુરક્ષા બાબતે આજથી જ રિહર્સલ કરવામાં આવી રહી છે તથા દ્વારકા અંદર પ્રવેશતા માર્ગો પર ચેક પોસ્ટ પર બહારથી દ્વારકા આવતા તમામ લોકોને ચેક કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...