દારૂનો નાશ:ખંભાળિયામાં કબજે કરેલા 33.40 લાખના દારૂનો નાશ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં સ્થાનિક પોલીસે જુદા જુદા ગુનામાં કબજે કરેલા રૂ.33.40 લાખના ઇંગ્લીશ દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો. ખંભાળીયા પંથકમાંથી ખંભાળીયા પોલીસ દ્વારા વર્ષ-2022માં નશાબંધીના વિવિધ ગુન્હાઓમાં વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.

જેમાં 13 જેટલા ગુન્હાઓમાં કબ્જે કરેલ વિદેશી દારૂની 7918 બોટલ જેની કી.રૂ. 32,33,080 તથા બિયર નંગ-1078 જેની કિ.રૂ. 107800 મળી કુલ રૂા. 33,40,880ના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ તકે જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેયની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી. ખંભાળીયા, નાયબ કલેક્ટર, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, નશાબંધી અધિકારી ખંભાળીયા વિભાગ તથા પી.આઈ ઝાલા સહિતના અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...