• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Krishna Janmotsav Celebrated At Dwarka Jagat Temple At 12 Midnight; The Temple Resounded With The Sound Of 'Nand Gher Anand Bheho'

દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ:દ્વારકાધીશનો 5249મો જન્મોત્સવ; ભગવાનની એક ઝલક જોવા ભક્તો ઊમટ્યા, નંદલાલાનાં વધામણાં થયાં

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા

ભગવાન દ્વારકાધીશ નો 5249 મો જન્મોત્સવ શરૂ થઈ ચૂક્યો છે. રાતના બારના ટકોરે ભગવાન દ્વારકાધીશની જન્મોત્સવની આરતી થઈ હતી.. જગત મંદિરની બંને બાજુના સ્વર્ગદ્વાર અને મોક્ષ દ્વારની બહાર ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આતુરતાપૂર્વક ભગવાન દ્વારકાધીશની એક ઝલક પામવા ઊભા છે. ભગવાન દ્વારકાધીશના લાલા સ્વરૂપને પારણામાં બેસાડી પારણુ ઝુલાવવામાં આવ્યું હતું. એક નવજાત શિશુની જેમ સેવા કરવામાં આવતી હોય તેવી જ ભાવનાથી ભગવાન દ્વારકાધીશની સેવા કરવામાં આવશે. મંદિરના બંને દ્વાર મારફતે મોટી સંખ્યામાં ભક્તો પોતાના પ્રિય એવા લાલાનાં દર્શન પામવા અધીરા થયા છે.

ભગવાનને વિશિષ્ટ વાઘા પહેરાવી સુશોભિત કરવામાં આવ્યા
દ્વારકાધીશના દિવ્ય વાઘા સોના-ચાંદીના તારમાંથી બનાવવામાં આવ્યા છે. આ માટેનું કાપડ કોલકાતાના દાવણગીરી મંગાવવામાં આવ્યું હતું. આ વાઘા બનાવવા માટે 50 કારીગરોને 6 મહિનાનો સમય લાગ્યો છે.

સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ભક્તોની ઊમટેલી ભારે ભીડને કારણે દ્વારકા પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કીર્તિમંદિરથી લઈને જગતમંદિર સુધી બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યાં છે. આ બેરિકેડ્સ મારફત ભક્તો લાઈનબદ્ધ શિસ્ત સાથે ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરી રહ્યા છે.

CM ભૂપેન્દ્ર પટેલ દર્શન માટે પહોંચ્યા હતા
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જન્માષ્ટમીના પાવન પર્વએ દ્વારકા જગતમંદિર ખાતે દર્શનાર્થે પધાર્યા હતા. ત્યારે દ્વારકા હેલિપેડ ખાતે મહાનુભાવોએ મુખ્યમંત્રીને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
દ્વારકામાં જન્માષ્ટમીના પાવન અવસરે ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા, જ્યા સામાજીક આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...