• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Kovid Vaccination Mega Camp Will Be Held In Dwarka District Tomorrow, Beneficiaries Between 12 To 17 Years Will Also Be Covered.

રસીકરણ:દ્વારકા જિલ્લામાં કાલે કોવિડ રસીકરણ મેગા કેમ્પ યોજાશે, 12થી 17 વર્ષના લાભાર્થીને પણ આવરી લેવાશે

ખંભાળીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 41,239 લાભાર્થીઓને રસીકરણનો નિર્ધાર

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં આવતી કાલે કોવિડ રસીકરણ મેગા કેમ્‍પ યોજાશે. જેમાં રાજયમાં હેલ્થ કેર, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60વર્ષ વય જુથના કોવિડ વેકસીનેશનના પ્રિકોશન ડોઝના લાભાર્થીઓ તેમજ 12 થી 17વર્ષના પૈકી બીજા ડોઝ માટે પ્રાત્રતા ધરાવતા લાભાર્થીઓને આવરી લેવામાં આવશે.દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં સોમવારે કોવિડ રસીકરણ મેગા કેમ્‍પ યોજાશે.જેના ભાગ રૂપે 31 આરોગ્ય સંસ્થાઓ જેવી કે જિલ્લા હોસ્‍પિટલ, પેટા જિલ્લા હોસ્‍પિટલ, પ્રા.આ.કેન્દ્રો અને સા.આ.કેન્દ્રો વગેરે તેમજ ‘હર ઘર દસ્તક’ અભિયાન હેઠળ 150 ટીમોનો સમાવેશ કરી જિલ્લામાં કુલ- 180જેટલી રસીકરણ સેશન સાઈટ કાર્યરત કરી કોવિડ રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજયમાં હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ વય જુથના કોવિડ વેકસીનેશનના પ્રિકોશન ડોઝના પ્રાત્રતા ધરાવતા લાભાર્થીઓ તેમજ 12- 17 વર્ષના પ્રાત્રતાં ધરાવતા તેમજ બીજા ડોઝ માટેના લાભાર્થીઓને આવરી લેવામાં આવશે. હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ તેમજ 60 વર્ષ વય જુથના કોવિડ વેકસીનેશનના પ્રિકોશન ડોઝના પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સહિત જિલ્લામાં કુલ 41239લાભાર્થીઓને કોવિડ રસીકરણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...