ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુળજી વલ્લભદાસભાઈ પાબારી (મુંબઈવાળા)ના આર્થિક સહયોગથી દર વર્ષની જેમ આ વખતે પણ રઘુવંશી જ્ઞાતિના 110 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને ઉત્તરાણ પર્વ નિમિતે અનાજની કીટનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં તેલ, ખાંડ, વેસણ, ચોખા, ગોળ, મમરા, બી, તલ તેમજ નિમકની થેલી તથા સંક્રાતિપર્વ તહેવારને અનુલક્ષીને તમામને 51 રૂપિયાની દક્ષિણા આપવામાં આવી હતી. આમ દરેક પરિવારોને આશરે 600 રૂપિયા જેટલી કિંમતની કીટ આપવામાં આવી હતી.
આ સેવા કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના ટ્રસ્ટી મનુ કાનાણી તેમજ સંસ્થા સાથે દાયકાઓથી સંકળાયેલા દાતા સદગૃહસ્થ મુળજી પાબારીના વરદ હસ્તે તેમના નિવાસસ્થાનેથી જ વિતરણની શરૂઆત કરવામાં આવી હતી. જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ જે છેલ્લા 40 વર્ષોથી અનાજની કીટની સેવા, ટીફિનની સેવા તેમજ મેડિકલ કેમ્પ અને કોરોના સમયમાં પણ અનન્ય સેવાઓ કરતા આવ્યા છે અને તમામ સામાજિક કાર્યો નાત જાતના ભેદભાવ વગર કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી અને પાયાના પથ્થર એવા મનુ કાનાણી, નિખિલ કાનાણી, નિશિલ કાનાણી, અશોક દાવડા કે જેઓ મુકસેવક તરીકે વર્ષોથી સેવા અવિરત આપે છે, તેમના દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.