કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા એક પરિવારની 17 વર્ષ, ચાર માસની ઉંમરની સગીર વયની પુત્રીને રાવલના બારીયાધાર વિસ્તારમાં રહેતો શખ્સ લલચાવી, ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરીને લઈ ગયો હતો. જેની પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. નંદાણા ગામે રહેતા શખ્સે કેફી પીણું પીધેલ હાલતમાં વાહન ચલાવતાં પોલીસે ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી ધરી હતી. ખંભાળિયા નજીકની હોટલ પાસેથી પોલીસે એક શખ્સને છરી સાથે નીકળતા ઝડપી લઇ તેની સામે ગુનો નોંધ્યો હતો.
અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા એક પરિવારની 17 વર્ષ, ચાર માસની ઉંમરની સગીર વયની પુત્રીને રાવલના બારીયાધાર વિસ્તારમાં રહેતો કિશન પ્રતાપ જાદવ નામનો શખ્સ લલચાવી, ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરીને લઈ ગયો હતો. જેની ફરિયાદ સગીરાના પિતા દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે IPC કલમ 363 તથા 365 મુજબ ગુનો નોંધ્યો હતો. આ અંગે આગળની તપાસ CPI આર.બી. સોલંકી દ્વારા હાથ ધરવામાં આવી હતી.
કેફી પીણું પીધેલાને પકડયા
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા વિનોદ દેવા ચાવડા નામના 36 વર્ષના યુવાનને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં મહિન્દ્રા એક્સ.યુ.વી. મોટરકાર ચલાવતા ઝડપી લઇ તેની સામે એમ.વી. એક્ટની કલમ તથા પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત નંદાણા ગામે જ રહેતા અરવિંદ વિપુલ માતંગ નામના 28 વર્ષના શખ્સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂ. 15,000ની કિંમતના હોન્ડા સાઈન મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી ધરી હતી.
છરી સાથે નીકળેલો શખ્સ ઝડપાયો
ખંભાળિયા નજીક ગંગા જમના હોટલ પાસેથી પોલીસે ભાણવડમાં રહેતા પથુ દેવા મુળી નામના 30 વર્ષના શખ્સને છરી સાથે નીકળતા ઝડપી લઇ તેની સામે ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.